NRCનો તેમજ CAAનો કાયદો અમલમાં મુકાયો છે. આ NRCના બિલને લઇને ભારત દેશમાં હિંસા તથા તોફાનના દ્રશ્યો સામે આવ્યા. જેના અનુસંધાને બોટાદમાં તેમજ બોટાદ જિલ્લામાં કોઈ અફવા ન ફેલાય તેમજ શાંતિ ન ડહોળાય તેમજ કોઈપણ પ્રકારનું વાતાવરણ તોફાની ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી બેઠક બોલાવી હતી.
ઉપરાંત સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર કોઈ ધ્યાન આપવામાં ન આવે તેમજ મુસ્લિમ સમાજના ભાઈઓ અને યુવાનો ગેરમાર્ગે દોરાઈ ને કોઈ તોફાન તરકટ ન કરે અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આ બેઠકમાં મુસ્લિમ બિરાદરોને પણ બોલાવાયા હતા.
આ બેઠકમાં બોટાદના મુસ્લિમ ભાઈઓ અને આગેવાનો હાજર રહ્યા હતા, આ શાંતિ સમીક્ષા મિટિંગમાંSP એ મુસ્લિમ ભાઈઓના કોઈ પ્રશ્ન હોયતો તેની રજૂઆત કરવા જણાવેલ હતું. અને કોઈ અફવાઓથી ગેરસમજ ન ફેલાવવા તેમજ શાંતિ જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થા બની રહે તેવા હેતુથી શાંતિ સમીક્ષાની મિટીંગ આજરોજ બોલાવવામાં આવી હતી.
આ શાંતિ સમીક્ષાની મિટિંગમાં મુસ્લિમ ભાઈઓ એ પોતાના પ્રશ્નોની રજૂઆત કરેલ હતી તેમજ હાલના સંજોગો જોતા બોટાદમાં કોઈ તોફાન તરકટ થાય નહીં અને શાંતિ જળવાઇ રહે તેવા તમામ પ્રયત્નો કરવાની મુસ્લિમ ભાઈઓ એ ખાતરી આપી હતી.