- 77 જેટલી સંસ્થાઓ દ્વારા એક બેનર નીચે ભેગામળી કર્યું કામ
- 18 લાખ લોકોને જમવાનું, પાણી, માસ્ક, સેનેટાઈજર જરૂરી વસ્તુઓ પુરી પાડવામાં આવી
- બોટાદ એક માત્ર એવો જિલ્લો હશે જેને આવી સેવામાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું
બોટાદઃ કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ & સામાજિક સંસ્થા સેવા યજ્ઞ દ્વારા 18 લાખ લોકોને અલગ અલગ સંસ્થા દ્વારા 1 બેનર નીચે સેવા કરવામાં આવી હતી. જે કામગીરીની નોંધ "ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ " માં લેવામાં આવી છે. ગોલ્ડન બુક ઓફ રેકોડના જ્યુરી મેમ્બરની હાજરીમાં બોટાદમાં એસપી અને અન્ય લોકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
77 જેટલી સંસ્થાઓ દ્વારા એક બેનર નીચે ભેગામળી કર્યું કામ
કોરોના વેશ્વિક મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે. ત્યારે આ લોકડાઉન દરમિયાન અનેક એવા ગરીબ પરિવારો કે રોજનું કમાઈ ને રોજનું જમતા હોઈ છે, તેવા લોકોની પરીસ્થિતિ ખુબજ કફોડી બની હતી. ત્યારે આવા ગરીબ લોકોની વ્હારે બોટાદ જિલ્લા પોલીસ & સામાજિક સંસ્થાઓ આવી હતી. જેમાં 77 જેટલી સંસ્થાઓ દ્વારા એક બેનર નીચે ભેગા થઈ કામ કરી સમગ્ર લોકડાઉન દરમિયાન ગરીબ લોકોને જમવાનું ,પાણી ,માસ્ક ,સેનેટાઇઝર ,પશુઓને ઘાસચારો સહિતની કામગીરી કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન કુલ 18 લાખ લોકોને અલગ અલગ સંસ્થા દ્વારા 1 બેનર નીચે સેવા આપવામાં આવી હતી. જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ " માં લેવાય છે અને જેનો કાર્યક્રમ બોટાદની જીનીયસ સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો.
18 લાખ લોકોને અલગ અલગ સંસ્થા દ્વારા 1 બેનર નીચે સેવા આપવામાં આવી હતી. જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ " માં લેવાતા ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બર મનીષ બિસ્નોઈ દ્વારા બોટાદની જીનીયસ સ્કુલ ખાતે સન્માન પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં બોટાદ એસપી હર્ષદ મહેતા, ગઢડા ગોપીનાથજી મદિરના ચેરમેન હરીજીવન સ્વામી સહિતના લોકો હાજર રહ્યા હતા. હાજર લોકો દ્વારા લોકડાઉન જે કામગીરી કરવામાં આવી હતી તે અંગેના પ્રતિભાવ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બર મનીષ બિસ્નોઈ દ્વારા બોટાદ જિલ્લા પોલીસ & સામાજિક સંસ્થા સેવા વતી બોટાદ એસપી હર્ષદે મહેતાને રેકોર્ડનું પ્રમાણપત્ર આપી કામગીરીની સરાહના કરી હતી.
આ સાથે જે જે સંસ્થાઓ સાથે લોકો જોડાયા છે તેવા લોકોનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતું. આમ, ગુજરાતમાં બોટાદ એક માત્ર એવો જીલ્લો હશે કે જેને આવી સેવામાં ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેવી બોટાદ જીલ્લાનું ગૌરવ વધારેલ છે.