- આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી
- ચૂંટણીને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ
- ચૂંટણીમાં જીતવા માટે તમામ રાજકીય પક્ષોની કામગીરી શરૂ કરી
બોટાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મહાનગરમાં ભાજપને જે પરિણામ મળ્યા તેવા જ પરિણામની આશા સાથે નેતાઓ જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જે અંતર્ગત બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ બોટાદ શહેરમાં અલગ અલગ વોર્ડમાં પ્રચાર કર્યો હતો.
મતદારોને ભાજપને વોટ આપવા કરી અપીલ
કુંવરજી બાવળિયા દ્વારા અલગ અલગ વોર્ડમાં બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકો દરમિયાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ તેમજ તેના થકી મળતા લાભો અંગે મતદારોને માહિતી આપી હતી. આ સાથે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં મહાનગરોમાં આવેલા ભાજપ તરફી પરિણામ મુજબ જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામ આવશે અને ભાજપનો જ્વલંત વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.