કેન્દ્ર સરકારે નાગરિક સંશોધન એક્ટને પસાર કર્યો તેના ઘણા દિવસો પસાર થઈ ગયા છે. પરંતુ આ કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેનો હજુ પણ અંત આવ્યો નથી. બોટાદમાં પણ જમીયત-એ-ઉલમા-એ-હિન્દ દ્વારા CAA-NRCના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં બેનરો સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. આ કાયદાને રદ કરવાની માગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું.
એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા નાગરિક સંશોધન એક્ટ મામલે જનજાગૃતિ અભિયાન સંમેલન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બોટાદમાં જમીયત-એ-ઉલમા-એ-હિન્દ મુસ્લિમ સંગઠન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં જ્યોતિ ગ્રામ સર્કલ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ પ્રકારના સ્લોગન તેમજ કાળી પટી મો પર બાંધી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.