- 5 સખી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે
- મતદાન દરમિયાન કોરોનાના લક્ષણો દેખાશે તેને ટોકન પદ્ધતિથી 4 વાગે મતદાન કરવાનું રહેશે
- તમામ મતદારોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે
ગઢડાઃ ગઢડા વિધાનસભા 106 બેઠક પર આવતીકાલે મંગળવારના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે કુલ 2,50,989 ના મતદાનને લઈ 382 બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 5 સખી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિ પૂર્ણ મતદાન થાય તેના માટે કુલ 2,019 કર્મચારીઓ કામગીરી હાથ ધરશે. તો દરેક બૂથ પર EVM અને VVPAT સહિત તમામ મતદાન લક્ષી સાહિત્ય પહોંચે તેને લઈ અલગ-અલગ ઝોનલ મુજબ કામગીરી વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા
સુરક્ષાની જો વાત કરવામાં આવે તો સંવેદનશીલ મત મથક પર પ્રી રીસાડિંગ અધિકારી સાથે 1 ઓફિસરની વ્યવસ્થા કરવામાં આવી છે. સંપૂર્ણ શાંતિ પૂર્ણ અને ભયમુક્ત રીતે મતદાન થાય તેના માટે પોલીસ દ્વારા 1 SP, 3 DYSP, 5 PI, 10 PSI, 350 કોન્સ્ટેબલ તેમજ 265 હોમગાર્ડ અને GRD સાથે CAPFના 74 લોકો દ્વારા આવતીકાલે ફરજ પર કામગીરી હાથ ધરવામાં આવશે.
કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ મતદાન કરવામાં આવશે
તો કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત સાથે મતદાન કરવાનું રહેશે. દરેક બૂથ પર આરોગ્યની ટીમ દ્વારા તમામ મતદાન મથક પર મતદારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. અને જો કોઈ મતદારને કોરોનાના લક્ષણ દેખાશે તો તેમને ટોકન પદ્ધતિથી 4 વાગે મતદાન કરવાનું રહેશે. સંપૂર્ણ આયોજન સાથે અવતીકલના મતદાનની હાલ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.