બોટાદ ખાતે બોડી બિલ્ડીંગ સ્પર્ધા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ભાવનગર જિલ્લા તથા બોટાદ જિલ્લા વચ્ચે યોજવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં કુલ 20 યુવકોએ ભાગ લીધો હતો. જેમાંથી ભાવનગર તેમજ બોટાદ જિલ્લાના બોડી બિલ્ડરનો પ્રથમ નંબર આપીને પસંદગી કરવામાં આવી હતી. જેમાં બંને જિલ્લાના બોડી બિલ્ડરો આગામી સમયમાં સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે.
આ બોડી બિલ્ડર સ્પર્ધામાં પૂર્વ સાંસદ સભ્ય રતિલાલ વર્મા તથા ગુજરાતના સેક્રેટરી જીગ્નેશભાઈ પટેલ તેમજ અન્ય બોડી બિલ્ડર તેમજ બોટાદના એસપી તથા ગામના નાગરિકોએ હાજર રહી આ બોડી બિલ્ડર સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધામાં ડંબેસ તથા યોગાસન કરવામાં આવેલ હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવનાર બંને યુવકોએ લોકોને સંદેશ આપતા કહ્યું હતું કે, યુવાનોએ બોડી બનાવી સ્પર્ધાઓમાં ભાગ લેવો જોઈએ. બોટાદમાં છેલ્લા આશરે દસ વર્ષથી બોડી બિલ્ડરની ટ્રેનિંગ આપી રહેલ મનોજભાઈ સોલંકીએ આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.