- 10 જેટલા કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરવામાં આવી
- ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યા છે કેસો
- કોંગ્રેસ દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનાની માગ
ગઢડા : જિલ્લામાં કોંગ્રેસ દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો શહેરના બોટાદના ઝાપા વિસ્તારમાં રસ્તા પર બેસી રામધુન બોલાવી જિલ્લામાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તેવા બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 જેટલા આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
આ પણ વાંચો : કડીમાં કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનેલું મેઘના કોવિડ સેન્ટર ષડ્યંત્રથી કરાયું બંધ
જિલ્લામાં એક પણ કોવિડ સેન્ટર નહીં
કોરોનાનો વ્યાપ શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વધી રહ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડામાં પણ સતત કેસ વધી રહ્યા છે અને શહેરમાં અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. જિલ્લામાં હાલ કોવિડ હોસ્પિટલની સુવિધા સરકાર દ્વારા ઉભી કરવામાં આવી નથી, જેથી ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખુબજ હેરાન પરેશાન થઈ રહ્યા છે. શનિવારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવે તેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા ગઢડા પોલીસ દ્વારા પ્રમુખ સહિત 10 જેટલા આગેવાનો ની અટકાયત કરવામાં આવી