ETV Bharat / state

બોટાદમાં કોંગ્રેસના 6 સભ્યો ધરણા પર, પ્રવક્તા મનહર પટેલે છાવણીની લીધી મુલાકાત - Botad Municipality

બોટાદઃ શહેરની નગરપાલિકાના સત્તાધીશોમાં પક્ષપાતી વલણ હોવાથી લોકોને પ્રાથમિક સુવિધાનો લાભ મળી રહ્યો નથી. જેથી બોટાદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિર્મળાબેન પરમાર નગરપાલિકાના કોંગ્રસેના 6 સભ્યો સાથે ધરણા પર બેઠા છે. તેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ઉપવાસી છાવણીની મુલાકાત લીધા બાદ બોટાદના વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી.

Leader of Opposition in Botad Municipality with 6 members of Congress on Dharana
author img

By

Published : Oct 18, 2019, 5:05 AM IST

બોટાદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિર્મળાબેન પરમાર તથા અન્ય ચૂંટાયેલા 6 સભ્યો કચેરીમાં જ અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન પર બેઠા છે. કારણ કે, બોટાદ નગરપાલિકા દ્વારા એકને ખોળ અને એકને ગોળની નીતિ અપનાવવામાં આવી રહી છે. જો કોઈ શોપિંગના માલિક વહીવટ ન કરે તો, તેના શોપિંગ સેન્ટરને વિવિધ કાયદાના બહાના હેઠળ સીલ કરી દેવામાં આવે છે અને જે કોઈ શોપિંગના માલિકો સાથે વહીવટ હોય તેને છોડી દેવામાં આવે છે. તેમજ નગરપાલિકાના ભાજપ શાસિત વોર્ડમાં દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે, જ્યારે બીજા વોર્ડમાં કોઈ કામ કરવામાં આવતું નથી.

બોટાદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના છ સભ્યો સાથે ધરણા પર

હાલમાં બોટાદના રોડ રસ્તાની સ્થિતિ ખૂબ દયનિય હાલતમાં છે. જ્યાં-ત્યાં ગંદકી અને કચરાના ઢગલા પડેલા છે અને રખડતા ઢોરનો ત્રાસ છે. અમુક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો નો અભાવ છે, ત્યાં લાઈટો નાખવામાં આવતી નથી. બોટાદને હાલમાં જે આઠથી દસ દિવસે પાણી મળે છે, તે દર ચાર દિવસે આપવામાં આવે તેવી વિવિધ માગણીઓ કરવામાં આવી છે.

આ ઉપવાસીઓ છેલ્લા ત્રણેક દિવસથી ઉપવાસ પર બેઠા છે. જેની જાણ લાગતા-વળગતા અધિકારીઓને પણ છે. તેમ છતાં કોઈ અધિકારીએ આ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી નથી કે, કોઈ આશ્વાસન પણ આપ્યુ નથી. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું સચોટ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાના છીએ તેમ પણ જણાવ્યું હતું.

Intro:બોટાદ નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા નિર્મળાબેન પરમાર તથાનગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના છ સભ્યો સાથે બેઠા ધરણા પરBody:બોટાદ શહેરની પ્રાથમિક સુવિધાના અભાવને કારણે તેમજ બોટાદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પક્ષપાતી વલણના કારણે લોકોને સુવિધા મળતી ન હોય જેના કારણે બેઠા ધરણા પર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલ દ્વારા ઉપવાસી છાવણીની લીધી મુલાકાત બાદ તેઓએ પણ બોટાદના વિવિધ પ્રશ્નો અંગે કલેકટર શ્રી બોટાદને કરી રજૂઆતConclusion:બોટાદ નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા નિર્મળાબેન પરમાર તથા અન્ય ચૂંટાયેલા છ સભ્યો સાથે બોટાદ નગરપાલિકા કચેરીમાં જ અચોક્કસ મુદત ના ઉપવાસ આંદોલન પર બેઠા છે તેઓની મુખ્યત્વે માગણી છે કે બોટાદ નગરપાલિકા દ્વારા એકને ખોળ અને એકને ગોળ ની નીતિ અપનાવવામાં આવી રહી છે જેમાં જે કોઈ શોપિંગ ના માલિક વહીવટ ન કરે તેના શોપિંગ સેન્ટર વિવિધ કાયદાના બહાના નીચે સીલ કરી દેવામાં આવે છે અને જે કોઈ શોપિંગના માલિકો સાથે વહીવટ હોય તેઓને છોડી દેવામાં આવે છે તેમજ નગરપાલિકાના ભાજપ શાસિત વોર્ડમાં દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે જ્યારે બીજા વોર્ડમાં કોઈ કામ કરવામાં આવતું નથી હાલમાં બોટાદના રોડ રસ્તા ની સ્થિતિ ખૂબ જ ખરાબ છે તેમજ જ્યાં ત્યાં ગંદકી અને કચરાના ઢગલા પડેલા છે તેમજ જ્યાં ત્યાં રખડતા ઢોરોનો ત્રાસ છે તેમજ અમુક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો નો અભાવ છે ત્યાં લાઈટો નાખવામાં આવતી નથી તેમજ બોટાદને હાલમાં જે આઠથી દસ દિવસે પાણી મળે છે તે દર ચાર દિવસે આપવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે બોટાદ નગરપાલિકા કચેરીમાજ ઉપવાસ આંદોલન પર બેઠા છે
આ ઉપવાસીઓ છેલ્લા ત્રણેક દિવસથી ઉપવાસ પર બેઠા છે જેની જાણ લાગતા-વળગતા અધિકારીઓને પણ છે તેમ છતા કોઈ અધિકારીએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધેલ નથી કે કોઈ આશ્વાસન પણ આપવામાં આવેલ નથી
વધુમાં તેઓ જણાવે છે કે જ્યાં સુધી આ અમારા પ્રશ્નોનું સચોટ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાના છીએ

તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા એવા મનહરભાઈ પટેલ દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત લેવામાં આવી હતી અને આ ઉપવાસ આંદોલનમાં બોટાદની જનતાને જોડાવા માટે આહવાન કરવામાં આવેલ છે તેઓએ પણ બોટાદના વિવિધ પ્રશ્નો અંગે કલેકટર શ્રી બોટાદને રજૂઆ કરી તેમજ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવેલ હતા

બાઈટ ૧: મનહરભાઈ પટેલ
પ્રવક્તા કોંગ્રેસ

૨: નિર્મળાબેન પરમાર
બોટાદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.