- RT-PCR રિપોર્ટ માટે લેબ શરૂ કરાઇ
- પહેલા ટેસ્ટ કરાવવા માટે સેમ્પલ ભાવનગર મોકલવામાં આવતા હતા
- બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ થશે
બોટાદઃ જિલ્લામાં હાલ વધતા જતા કોરોનાના સંક્રમણમાં PHC અને CHC કેન્દ્રો પર RT-PCRનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જિલ્લામાં લેબની વ્યવસ્થા ના હોવાના કારણે ભાવનગર કે અન્ય જગ્યા પર દર્દીઓના RT-PCR ટેસ્ટિંગ બાદ રિપોર્ટ માટે સેમ્પલ ભાવનગર કે અન્ય જિલ્લામાં લેબ હોય ત્યાં મોકલવા પડતા હતા. જેના કારણે રિપોર્ટ આવવામાં થોડો સમય લાગતો હતો.
આ પણ વાંચોઃ મનરેગા યોજના અંતર્ગત તળાવ ઉંડુ કરનારા શ્રમિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા
લેબને આજે શુક્રવારે સૌરભ પટેલ હસ્તે ખુલ્લી મૂકવામાં આવી
આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલના પ્રયાસથી બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબને આજે શુક્રવારે સૌરભ પટેલ હસ્તે ખુસ્લી મૂકવામાં આવી હતી. બોટાદ શહેરમાં આ લેબ બનતા જિલ્લાના લોકોને ખૂબ મોટો ફાયદો થશે. હવે લોકોને RT-PCR રિપોર્ટની પહેલાની જેમ રાહ નહિ જોવી પડે. લોકોને સેમ ડે અથવા બીજા દિવસે રિપોર્ટ મળી શકશે.
આ પણ વાંચોઃ લુણાવાડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરી રથ દ્વારા 32 RTPCR,18 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા