- બોટાદ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર દ્વારા નવતર પ્રયાસ
- લોકોની પ્રાથમિક સુવિધાને લઈને પડતી મુશ્કેલીની રજૂઆત વોટ્સએપ પર
- આ પ્રયોગથી લોકોને મુશ્કેલીઓથી રાહત મળશે
બોટાદ: નગરપાલિકા વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર દ્વારા લોકોની સમસ્યા સુધી પહોંચવા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. વોટ્સએપના માધ્યમથી લોકોની સમસ્યા સુધી પહોંચીને ઝડપી નિવારણ લાવવાની કોર્પોરેટરને આશા છે. મતવિસ્તારમાં ઘરે-ઘરે વોટ્સએપ નંબરના પેમ્પ્લેટનું વિતરણ કર્યું હતું. મતદારોએ વિચારને ખૂબ સારો ગણાવ્યો હતો.
આ પણ વાંચો: બોટાદ સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા રામ મંદિર નિર્માણમાં 11,11,111 નો ચેક અર્પણ કરાયો
યુવા કોર્પોરેટર હરેશભાઈ ધાંધલે નવતર પ્રયોગ અજમાવ્યો
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદના વોર્ડ નંબર 9ના પહેલી વખત ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડીને સારી લીડથી જીત મેળવનારા યુવા કોર્પોરેટર હરેશભાઈ ધાંધલે નવતર પ્રયોગ અજમાવ્યો છે. લોકોને પ્રાથમિક સુવિધાને લઈને પડતી મુશ્કેલીની રજૂઆત માટે નગરપાલિકા સુધી જવાનું, અધિકારી હાજર હોય કે ન હોય લેખિતમાં ફરિયાદ રજૂ કરવી, ફરિયાદનું નિવારણ ન આવે તો ફરી ધક્કા ખાવા આવી અનેક મુશ્કેલીમાંથી લોકોને રાહત મળે તે માટે વોર્ડ નંબર 9ના મતદારો માટે નગરપાલિકાની ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જે નંબર સાથે લોકોના ઘર-ઘર સુધી આજે પેમ્પ્લેટ પહોંચાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બોટાદઃ ચૂંટણી પહેલાં કોંગ્રેસને HCનો ઝાટકો, 14 ઉમેદવારો નહી લડી શકે ચૂંટણી