ETV Bharat / state

બોટાદના હોમિયોપેથિક ડોકટરે ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડ નોંધાવ્યો - latestgujartinews

બોટાદના હોમિયોપેથિક ડોકટરે 2 વર્ષ અને 4 વર્ષના બાળકને ઓપરેશન વગર કિડનીમાંથી પથરી કાઢી ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડ નોધાવ્યો છે. એશિયા ખંડના જજ આલોક કુમાર દ્વારા ડોકટરને એવોર્ડ અને પ્રમાણપત્ર આપવામા આવ્યું છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 16, 2020, 12:02 AM IST

બોટાદ: શહેરમાં એસ.ટી. ડેપોની બાજુમાં હોમિયોપેથિક ડોકટર તરીકે કાર્યરત એવા ડોકટર જીગ્નેશ હડીયલે ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડ નોધાવ્યો છે. ડોકટરે પહેલા પણ ઓપરેશન વગર 20, 21, 24MMની પથરી કાઢી રેકોર્ડ નોધાવ્યો છે. ત્યારે વધુ એકવાર રેકોર્ડ નોધાવ્યો છે.

બોટાદના હોમિયોપેથિક ડોકટરે ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડ નોંધાવ્યો

ડોકટર જીગ્નેશ હડીયલે 2 વર્ષના બાળકને કિડનીમાંથી 4 MMની પથરી ઓપરેશન વગર કાઢી છે. જયારે બીજા 4 વર્ષના બાળકને સાત પથરી 4MMની હતી. જે કિડની તથા યુરિનમાં હતી. જે ઓપરેશન વગર કાઢી ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડ નોધાવ્યો છે. જેથી એશિયા ખંડના જજ આલોક કુમારે ડો. જીગ્નેશ હડીયલને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.

ડોક્ટર જીગ્નેશ હડિયલે ખસ ગામના વતની છે.ડોક્ટર જીગ્નેશ હડિયોલે હોમિયોપેથીકનો અભ્યાસ કર્યો અને તેઓનો અભ્યાસ પૂર્ણ થતા બોટાદમાં નાનું એવું ક્લિનિક ખોલી હોમિયોપેથીકની દવા આપવાનું શરૂ કર્યું હતું. તેઓને પથરીના દુખાવાથી પીડિત દર્દીઓ માટે કામ કરવાનું શરૂ કરેલ અને તેઓએ તેમાં સફળતા મેળવેલ ડોક્ટર જીગ્નેશ હડીયલે તેમના હોમિયોપેથીક ડોક્ટરની પ્રેક્ટિસમાં 18 MM ૨૦ MM૨૨ MM ૨૪ MMની પથરીઓ ઓપરેશન વગર ફક્ત હોમિયોપેથીકની દવાથી જ કાઢી આપી હતી.

કિડની તથા યુરિનમાંથી પથરી વગર ઓપરેશને કાઢતા તેઓએ અનેક વર્લ્ડ રેકોર્ડ નોંધાવેલ છે. છેલ્લા સમયમાં તેઓએ બે વર્ષનો બાળક તેમજ ચાર વર્ષના બાળકના કિડની તેમજ યુરિનમાંથી આશરે 6 જેટલી પથરીઓ વગર ઓપરેશને 12 અને 28 દિવસમાં પથરી કાઢી આપી વર્લ્ડ રેકોર્ડ નોંધાવેલ છે.

આમ તેઓએ પોતાના જ રેકોર્ડ બ્રેક કરી છેલ્લો રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેઓનું નામ નોંધાવેલ છે. તેઓનો રેકોર્ડ નોધાતા એશિયા ખંડના જજ આલોક કુમારના હસ્તે એવોર્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. ડોક્ટર જીગ્નેશ હડીયલે હોમિયોપેથીક ડોક્ટરમાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરી બોટાદ તથા દેશનું નામ રોશન કર્યું છે.

આ બાબતે ડોક્ટર જીગ્નેશ હડીયલના માતા-પિતાએ જણાવેલ કે, નાનપણથી જ જીગ્નેશને અભ્યાસમાં રુચિ હતી. પરંતુ અમારી આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં ખેત મજૂરી કરી તેમજ હીરા ઘસી પેટે પાટા બાંધી જીગ્નેશને અભ્યાસ કરાવ્યો અને આમ અમારી મહેનત સફળ થયેલ છે. વધુમાં જણાવેલ કે ,જીગ્નેશ તેના આ ધંધામાં ખૂબ આગળ વધે અને દેશનું નામ રોશન કરે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.