બોટાદઃ ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા નેતૃત્વમાં ગઢડામાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની 8 ખાલી બેઠકો ઉપર પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય પાર્ટીઓ સાથે ઉમેદવારો અને સરકારી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. ખાસ કરીને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસામાજિક પ્રવૃત્તિઓ અને તત્ત્વોને અંકુશમાં રાખવાની મહત્ત્વપૂર્ણ હોય છે.
ગઢડા શહેરમાં સામાકાંઠે, શાક માર્કેટ, માણેકચોક, ટાવર ચોક, બોટાદ ઝાંપા સહિત મુખ્ય વિસ્તારો ઉપર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ઉપરાંત વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન પોલીસ વડા સહિત અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ સાથે જોડાઈ હતી. ચૂંટણી દરમિયાન અમાસાજિક તત્ત્વો દ્વારા મતદારોને દબાવવામાં આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગઢડા પેટા ચૂંટણીમાં લોકોને સ્વયંભૂ અને નીડરતાથી મતદાન કરવા એસપીએ અપીલ કરી હતી.