ETV Bharat / state

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કર્યું બોટાદમાં 8.50 કરોડના ફિલ્ટર પ્લાન્ટનું લોકાપર્ણ

author img

By

Published : Nov 23, 2020, 3:48 AM IST

બોટાદમાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલે 8.50 કરોડના ફિલ્ટર પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્લાન્ટ થકી બોટાદ શહેરના નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે 40 MLDની ક્ષમતાવાળા પ્‍લાન્‍ટથી બોટાદ શહેરના નાગરિકોને શુદ્ધ પિવાના પાણીની સવલત મળશે.

સૌરભ પટેલ
સૌરભ પટેલ

  • બોટાદ શહેરના લોકોને દૈનિક 40 MLD શુદ્ધ ફિલ્ટર વાળું પાણી મળશે
  • પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સૌરભ પટેલે કરી અપીલ
  • 8.50 કરોડના ખર્ચે 40 MLD સમતાના ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો

બોટાદ : દરેક નાગરિકોને રસ્તા, લાઇટ, આરોગ્ય અને પાણીની પ્રાથમિક સવલતો મળી રહે તે માટે રાજ્ય સરકારના પ્રયાસો રહ્યા છે. શહેરી વિસ્તારના છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને પીવાના શુદ્ધ પાણીની સવલતો મળી રહે, તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બોટાદ નગરપાલિકા વિસ્તારના કપલીધાર ખાતે રૂપિયા 8.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફિલ્‍ટર પ્‍લાન્‍ટની તક્તિ અનાવરણ કરી લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે સૌરભ પટેલ હાજર રહ્યા હતા.

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કર્યું બોટાદમાં 8.50 કરોડના ફિલ્ટર પ્લાન્ટનું લોકાપર્ણ

ફિલ્ટર પ્લાન્ટનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો

બોટાદ શહેર પાણી પુરવઠા યોજના હેઠળ સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા 14મા નાણાપંચ ગ્રાન્ટ અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા શહેરના કપલીધાર પાસે રૂપિયા 8.50 કરોડના ખર્ચે 40 MLD સમતાના ફિલ્ટર પ્લાન્ટનો લોકાપર્ણ કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. જેમાં રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ હાજર રહ્યા હતા.

ફિલ્ટર પ્લાન્ટ ખૂલ્લો મૂકવામાં આવ્યો

સૌરભ પટેલ દ્વારા લોકાપર્ણ કરી ફિલ્ટર પ્લાન્ટ ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્ટર પ્લાન્ટ ખૂલ્લો મૂકતા હવે બોટાદ શહેરના લોકોને દૈનિક 40 MLD શુદ્ધ ફિલ્ટરવાળું પાણી મળશે. જ્યાં આ પ્રસગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, નગરપાલિકા પ્રમુખ જેસીંગ લકુમ, શહેર પ્રમુખ ચદુભાઈ સાવલિયા, જિલ્લા યુવા મોર્ચાના પ્રમુખ ગોતમભાઈ ખસીયા સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ

સૌરભ પટેલ દ્વારા માહિતી આપતા જણાવ્યું કે, 40 MLDની ક્ષમતાવાળા પ્‍લાન્‍ટથી બોટાદ શહેરના નાગરિકોને શુદ્ધ પિવાના પાણીની સવલત મળતી થશે. તેમને પાણીની મળેલી પૂરતા પ્રમાણમાં સવલતની સામે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ઉપસ્થિત રહેલા મહેમાનોને તાકિદ કરી હતી.

બહાર નિકળવાનું થાય તેવા સમયે અચૂક માસ્ક પહેરીને જ નિકળવાની અપીલ

પ્રવર્તમાન ચાલી રહેલા કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તાકિદ કરી જણાવ્યું હતું કે, દરેક બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. બહાર નિકળવાનું થાય તેવા સમયે અચૂકમાસ્ક પહેરીને જ નિકળવા વધુમાં જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.