ETV Bharat / state

લોકડાઉનને કારણે બોટાદ જિલ્લાના મજૂરવર્ગે જીવન નિર્વાહ માટે સરકાર પાસે મદદ માગી - corona news in india

કોરોના વાઇરસને કારણે થયેલા લોકડાઉનને પગલે બોટાદ જિલ્લાના જનડા ગામમાં મજૂર અને ગરીબ વર્ગના લોકોને જીવન નિર્વાહ માટે મુશ્કેલી પડી રહી છે. આ લોકડાઉનની પરિસ્થિતીમાં કામદાર વર્ગના લોકો સરકાર પાસે સહાયની અપેક્ષા કરી રહ્યા છે.

લોકડાઉનને કારણે જનડાગામે મજૂરવર્ગે જીવન નિર્વાહ માટે સરકાર પાસે મદદ માગી

author img

By

Published : Mar 30, 2020, 8:10 AM IST

બોટાદઃ જિલ્લાના ગઢડા તાલુકાના જનડાગામે ગરીબ અને મજૂર પરિવારોને લોકડાઉનના કારણે જીવન નિર્વાહ માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં ગરીબ વર્ગના લોકો સરકાર તરફથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

દેશભરમાં જ્યારે કોરોનાવાયરસને પગલે લોકડાઉનની સ્થિતિ છે. જેને કારણે તમામ રોજગાર ધંધા તેમજ મજૂરી કામ બંધ છે. જનડા ગામમાં મજૂરીકામ કરી પેટિયું રળતા મજુર પરિવારોની સ્થિતી ખૂબ જ વિકટ અને મુશ્કેલ ભરેલી છે. તેઓને બે સમય પૂરતું જમવાનું પણ મળી શકતું નથી અને આજ દિવસ સુધી કોઇ પણ મજૂરને ત્યાં કોઈપણ પ્રકારની સહાય મળી નથી. આ સમયમાં તે લોકો મજૂરી કામે પણ જઇ શકતા નથી. જેના કારણે આ મજૂર પરિવાર પર ખૂબ જ મુશ્કેલી પડી ગયા છે.

લોકડાઉનને કારણે જનડાગામે મજૂરવર્ગે જીવન નિર્વાહ માટે સરકાર પાસે મદદ માગી

લોકડાઉનના સમયમાં આજ દિવસ સુધી તે લોકોના પરિવારની કોઈએ પણ સંભાળ લીધી નથી. હાલના સંજોગોમાં તેઓને પૂરતું ખાવાનું પણ મળી શકતું નથી. આવા પરિવારના આજુબાજુના લોકો જેમ તેમ કરી થોડું ઘણું ખાવાનું પહોંચાડે છે. પરંતુ, આ પરિવારોને સરકાર કે જિલ્લા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સહાય કે મદદ પહોંચાડવામાં આવી નથી. તેઓ સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે, તેઓને કપરા સંજોગોમાં સહાય પહોંચાડવામાં આવે તેવી અપીલ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.