ETV Bharat / state

બોટાદ કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી - Botad samachar

કોરોના વાઇરસને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ તકે બોટાદ જિલ્લાની લોકડાઉનની સ્થિતિ અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી.

બોટાદ કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી
બોટાદ કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી
author img

By

Published : Mar 27, 2020, 8:44 PM IST

બોટાદઃ કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હાલની લોકડાઉનની સ્થિતિ અંગે વિવિધ માહિતી આપવામાં આવી હતી. આ તકે જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બોટાદ જિલ્લાની હાલની પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં તેઓએ જણાવેલા બોટાદ જિલ્લામાં આજની તારીખ સુધીમાં એક પણ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ હાલમાં જે હોમ કોરેન્ટાઈઝમાં જે લોકોને રાખવામાં આવેલા હતા. તે લોકો પૈકી પણ કોઈનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી.

બોટાદ કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી

જિલ્લાના તમામ ગ્રામ્ય કક્ષાના સરપંચોને પણ તાકીદ કરવામાં આવી હતી કે, બહારગામથી કોઈ આવેલા વ્યક્તિની તુરંત જ જાણ કરવી તેમજ તેની સારવાર તથા આરોગ્ય માટેની કાળજી લેવી.

બોટાદ જિલ્લાની તમામ સરહદો ઉપર ચેક પોસ્ટ કરવામાં આવે છે, જ્યાં સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે. બહારગામથી આવતા લોકોને જરૂર જણાય તો હોમ કોરેનટાઇઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, હાલની જે પરિસ્થિતિ સર્જાઇ છે, તે પરિસ્થિતિને અનુરૂપ રહી લોકો ઘરની બહાર ન નીકળે અને તેઓને ઘેરબેઠા જ આવશ્યક ચીજવસ્તુ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.