ETV Bharat / state

ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષના અનુયાયીઓ વચ્ચે વિવાદ

બોટાદઃ ગઢડામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષના અનુયાયીઓ વચ્ચે વિવાદ થયાની ઘટના સામે આવી છે. તાજેતરમાં મંદિરમાં યોજાયેલી ચૂંટણી બાદ રાકેશ પ્રસાદજીના આગમનને સંદર્ભે બંન્ને પક્ષના મહિલા અનુયાયીઓ બાખડતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

author img

By

Published : May 28, 2019, 1:56 AM IST

hd

બોટાદ તાલુકાના ગઢડા ગામે સ્વામીનારાયણ મંદિરમાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો હતો. તેમજ આચાર્ય પક્ષની હાર થઈ હતી. ચૂંટણી બાદ દેવપક્ષના રાકેશ પ્રસાદજી પ્રથમવાર ગઢડા સ્વામિનારાય મંદિર ખાતે પહોંચ્યા હતા. જેના કારણે અહીં આચાર્ય પક્ષની મહિલાઓએ હોબાળો મચાવતા બંન્ને પક્ષની મહિલા અનુયાયીઓ સામસામે આવી જતાં ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા અને વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી.

ઘટના રોદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા સુરક્ષા હેતુસર પોલીસ બોલાવી લેવાઈ હતી. જ્યાં પોલીસે મધ્યસ્થી કરી બંન્ને પક્ષને શાંત પાડ્યા હતા. પોલીસે કેટલાક મહિલા અનુયાયીઓની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં માફીપત્ર લખાવી તેમને છોડી મુકાયા હતા. આ ઘટના અંગે પોલીસ મથકે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાઈ નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દેવ પક્ષના અનુયાયીઓએ આચાર્ય પક્ષના અનુયાયીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ ચૂંટણી હારી જતા આ પ્રકારનુ કૃત્ય કર્યુ છે.

વાયરલ વિડીયો

આ સમગ્ર ઘટના અંગે બોટાદ જિલ્લાના પોલીસવડા હર્ષદ મહેતાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ દ્વારા કોઈ મહિલાઓને માર મારવામાં આવ્યો નથી. તેમજ ગઢડા પોલીસ સ્ટેશનમાં પણ કોઈ વ્યક્તિએ પોલીસ કે એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી નથી. આચાર્ય કે દેવ પક્ષ તરફથી પણ મહિલાઓને માર મારવાની બાબતની કોઈ અરજી કે ફરિયાદ આપી નથી. ગઢડા પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ગયા હતા, આ મુદ્દે કોઈ પણ ફરિયાદ રજીસ્ટર ન થાય ત્યાં સુધી હું કોઈ જાણકારી આપી શકું નહીં તેવું જણાવી કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવાથી બચ્યા હતા.

ગઢડા સ્વામિનારાયણ મંદિર મા બનેલ ઘટના અંગે બોટાદ જિલ્લાના એસપી હર્ષદ મહેતા નો સંપર્ક કરતા અને તેઓને જણાવેલ કે ગઢડા પોલીસે મહિલાઓને માર મારેલ છે તેવા સમાચાર જાણવા મળેલ છે તો આ બાબતે તમારું શું કહેવું છે જેથી એસપી બોટાદના એ જણાવેલ કે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ગઢડા પોલીસે કોઈ ને માર મારે મારેલ નથી જો પોલીસે કોઈને માર મારેલ હોય તેઓ ફરિયાદ કરે પરંતુ ગઢડા પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિએ પોલીસ વિરુદ્ધ કે કોઈ અન્ય વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કે અરજી કરેલ નથી તેમજ આચાર્ય પક્ષ કે દેવ પક્ષ તરફથી કે મંદિરના કોઈ ટ્રસ્ટી તરફથી આ બાબતે કે મહિલાઓને માર મારવા બાબતે ની ફરિયાદ કે અરજી આપેલ નથી કે હાલ ની ઘડી સુધી કોઈ ફરિયાદ કે અરજી ગઢડા પોલીસ સ્ટેશનમાં કોઈના તરફથી આપવામાં આવેલ નથી કે કોઈપણ વ્યક્તિએ મારી રૂબરૂ આ ઘટના બાબતે ની રજૂઆત કે ફરિયાદ અરજી આપેલ નથી આમ પોલીસે કોઈ ને પણ માર મારેલ નથી જેથી હું મીડિયા સમક્ષ આ બાબતે કોઈ બાઈટ આપી શકું નહીં
      વધુમાં એસપીએ જણાવેલ કે જો કોઈ વ્યક્તિ ગઢડા પોલીસ સ્ટેશનમાં કે મારા સમક્ષ આ બાબતે ની ફરિયાદ કે અરજી આપશે તો ચોક્કસ આ અંગે હું પગલા ભરીશ પરંતુ હાલ ની ઘડી સુધી ગઢડા પોલીસ સ્ટેશનમાં કોઈપણ જાતની ફરીયાદ રજીસ્ટર થયેલ નથી 
  ગઢડા પોલીસ સ્વામિનારાયણ મંદિરમાં ફક્ત કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર જ ગયેલ હતા તેઓએ કોઇને માર મારે નથી જેથી કોઈ ફરિયાદ રજીસ્ટર ન થાય ત્યાં સુધી હું મીડિયા સમક્ષ બાઈટ આપી શકું નહીં તેમ જણાવેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.