બોટાદઃ કથાકાર મોરારીબાપુ હરીયાણી દ્વારા થોડા સમય પહેલા દ્વારકા નગરી તથા ભગવાન શ્રી કૃષ્ણ અંગે વિવાદીત ટિપ્પણી થતા અમુક સમાજના લોકોની લાગણી દુભાણી હતી. જેના કારણે વિવાદ થવા પામ્યો હતો. પરંતુ મોરારીબાપુ હરીયાણીએ લોકોની લાગણી દુભાણી હોય જેને લઈને માફી માગતો વીડિયો જાહેર કરેલ હતો. પરંતુ તેમ છતાં અમુક લોકોના કહેવાથી દ્વારકા આવી દર્શન કરવાનું કહેતા મોરારીબાપુ હરીયાણી દ્વારકા પહોંચી દરેકની માફી માંગી હતી.
પરંતુ આ સમય દરમિયાન પૂર્વ ધારાસભ્ય દ્વારા દ્વારકામાં મોરારીબાપુ હરીયાણી ઉપર હુમલો થતા સાધુ સમાજની લાગણી દુભાઇ હોતી જેના અનુસંધાને બોટાદ વૈષ્ણવ સાધુ સમાજ તથા ત્રિપાખ સાધુ સમાજ દ્વારા બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યા અનુસાર હુમલો કરનાર સામે કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી હતી.