- 30 એપ્રિલ સુધી જિલ્લાના તમામ ગામોમાં વાન ફરશે
- 50થી વધુ લોકોને ભેગા કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે
- કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે
બોટાદ: જિલ્લા પોલીસ વડા કોરોના જાગૃતી અંગે હવેલી ચોક ખાતેથી કોરોના જાગૃતી વાન ખુલ્લું મુક્યું. જિલ્લામાં 31 એપ્રિલ સુધી કોરોના જાગૃતી માટે અલગ અલગ ગામડાઓમાં વાન ફરશે. ધાર્મિક મેળાવડામાં જો કાયદાનું ભગ થશે તો પોલીસ ફરિયાદ નોંધાશે.
કોરોના જાગૃતિ વેન ફરશે ગામડાઓમાં
બોટાદ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને હાલમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. 30 એપ્રિલ સુધી ધાર્મિક મેળાવડા ,કથાઓ તેમજ અન્ય રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધ છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા હવેલી ચોકથી કોરોના જાગૃતી વાન ખુલ્લી મૂકવામાં આવી છે .જેમાં કોવિડ 19ને લોકોને શું શું પગલા લેવા જોઈએ તેમજ સામાજિક અંતર રાખવું ,માસ્ક પહેરવું, તેવા અલગ અલગ બેનરો વાન માં લગાવામાં આવ્યા છે. તેમજ આ વાન 30 એપ્રિલ સુધી જિલ્લાના તમામ ગામોમાં ફરશે અને લોકોને કોરોના અગે જાગૃત કરશે.
આ પણ વાંચો : બોટાદ જિલ્લાના રાણપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું
તંત્ર એક્શનમાં
જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકારની નવી ગાઈડ લાઈન જાહેર જાહેર કરવામાં આવી છે. જેમાં લગ્નમાં 50 થી વધુ લોકોને એકઠા ના થવું, તેમજ તમામ રાજકીય ,ધામિક મેળાવડા ,જન્મ દિવસ અને ખાસ કરીને હાલ સપ્તાહ અને પારાયણ તેમજ આખ્યાન જેવા તમામ પ્રકારના મેળાવડા ઉપર પ્રતિબંધ છે,એટલે જનતાને અપીલ કરવામાં આવે છે કે નવા નિયમનું પાલન કરે, બજારમાં સામાજિક અંતર જાળવે અને માસ્ક પહેરે અને જો નિયમનું પાલન નહી કરવામાં આવે તો કાયદાકીય પગલા લેવામાં આવશે.