ETV Bharat / state

ગઢડા ગોપીનાથ મંદિર વિવાદ મામલે વધુ એક વીડિયો આવ્યો બહાર, DSP અને DySp વિવાદમાં - Another video came out in the controversy of Gopinathji Temple

ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો વિવાદ વધુ વકરી રહ્યો છે, અગાઊની બોર્ડ મીટીંગમાં આચાર્યપક્ષની બહુમતી હોવાથી રમેશ ભગતને ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતા અને બાદમાં 6 તારીખના રોજ ચેરમેન ઓફિસમાં રમેશ ભગતને ડીવાયએસપીએ અણછાજતું વર્તન કરી બહાર કાઢ્યાનો વીડિયો વાયરલ થયો હતો. તે દિવસના મોડી રાતના વીડિયોમાં પ્રી-પ્લાનની પોલ ખુલી છે અને સ્વામીના પદને લાંછન લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે, જો કે તે બાદ ડીએસપીથી લઇ ડીવાયએસપી ફરી વિવાદમાં સપડાયા છે.

6 તારીખની ઘટના બાદનો વીડિયો આવ્યો બહાર, DSP અને DySp વિવાદમાં

author img

By

Published : Dec 18, 2020, 4:31 PM IST

  • ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો વિવાદ વધુ વકર્યો
  • ગઢડા ગોપીનાથ મંદિરમાં દેવપક્ષના સ્વામીઓએ સ્વામીના પદને લાંછન લગાડ્યું
  • આ ઘટનામાં ડીએસપી અને ડીવાયએસપી પણ વિવાદમાં

બોટાદઃ જિલ્લાના ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો વિવાદ વધુ વકરી રહ્યો છે, અગાઊની બોર્ડ મીટીંગમાં રમેશ ભગતને ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતા અને આ તારીખના દિવસનો મોડી રાતના વીડિયોમાં પ્રી પ્લાનની પોલ ખુલી છે અને સ્વામીના પદને લાંછન લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે, કહેવાય છે ને સત્તાની લાલચ માણસને આંધળો બનાવી દે અહિયા પણ કઈક એવું સામે આવ્યું છે અને ડીએસપીથી લઇ ડીવાયએસપી ફરી એક વિવાદમાં છે.

ગઢડા ગોપીનાથ મંદિર વિવાદ મામલે વધુ એક વીડિયો આવ્યો બહાર, DSP અને DySp વિવાદમાં

રમેશ ભગતને માર મારીને ડીવાયએસપીએ કોના ઈશારે બહાર કાઢ્યા

ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટમાં સત્તાની લાલચના નમૂનાઓ સામે આવી રહ્યા છે, નિયમ પ્રમાણે બોર્ડ મીટીંગમાં ચેરીટી કમિશ્નર પ્રમાણે યોજાઈ હતી અને આચાર્યપક્ષની બહુમતી મીટીંગમાં હોવાથી રમેશ ભગતને ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતા, પણ બાદમાં 6 તારીખના રોજ રમેશ ભગતને માર મારીને ડીવાયએસપીએ કોના ઈશારે બહાર કાઢ્યા તેવો સવાલ ઉભો થયો હતો. જો કે 11 તારીખના સવારના ઘટનાક્રમનો વીડિયો વાયરલ થયો હતો અને આચાર્યપક્ષે ડીવાયએસપી સહીત પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

6 તારીખની ઘટના બાદનો વીડિયો આવ્યો બહાર, DSP અને DySp વિવાદમાં
6 તારીખની ઘટના બાદનો વીડિયો આવ્યો બહાર, DSP અને DySp વિવાદમાં

હાલમાં કયો વીડિયો સામે આવ્યો અને કોની ખુલી પોલ

ગઢડા ચેરમેન ઓફિસમાં 6 તારીખે રાત્રે રમેશ ભગતને માર મારી બહાર કાઢનાર ડીવાયએસપી નકુમ અને હરજીવનદાસ સ્વામી સહીત ભાનુસ્વામી રાત્રે ચેરમેન ઓફિસમાં બેઠા હતા, તેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ડીવાયએસપી એસપી સાથે વાત ફોનમાં કરી રહ્યા છે અને એસપીની પણ ચર્ચા કરી રહ્યા છે, બાદમાં વીડિયોમાં આવતા હરજીવનદાસ સ્વામી અને ભાનુસ્વામી જે વર્તન કરે છે તે સ્વામીના પદને લાંછન લગાડી રહ્યા છે.

ભાનુસ્વામી ડીવાયએસપી સનુમને ભેટી જાય છે

ભાનુસ્વામી ડીવાયએસપી સનુમને ભેટી જાય છે અને હરજીવનદાસ ચેરમેન પદને લાંછન લાગે તેવા દ્રશ્યો ઉભા થાય છે, હરજીવનદાસ સ્વામીને ચેરમેન થવું છે તે સ્પષ્ટ છે, કારણ કે વીડિયોમાં હરજીવનદાસ સ્વામી ડીવાયએસપી અને અન્ય સાથી કર્મચારીને ફૂલનો હાર પહેરાવ્યો હતો. એસપીના ઈશારે રમેશ ભગતને માર મારીને બહાર કાઢવામાં આવ્યું હોવાનું વીડિયોમાં જોવા મળે છે. ત્યારે હવે આગામી દિવસોમાં રાજ્યકક્ષાએથી કોઈ પગલા આવા અધિકારીઓ સામે ભરાશે કે કેમ તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.