આ અકસ્માતની જાણ થતાં બોટાદ પોલીસ સ્ટેશનનો પૂરો સ્ટાફ સબીહા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સાથે જ અકસ્માતની જાણ થતા લોકોના ટોળા પણ સબીહા હોસ્પિટલમાં એકઠા થયા હતા. જો કે, હજુ સુધી આ અકસ્માતનું કારણ જાણવા મળ્યુ નથી. જેથી આ અકસ્માત અંગે બોટાદ પોલીસ દ્વારા ઘાયલ વ્યક્તિઓના નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલ:
1. મેઘુભાઈ ફલજીભાઈ (ઉ.વ.55)
2. મમદભાઈ અહેમદશા (ઉ.વ.50)
હાલ સારવાર હેઠળ રહેલા વ્યક્તિઓ:
1. જનકભાઈ મનુભાઈ
2. જગદીશભાઈ મેઘુભાઈ
3. મહંમદ ઈરફાન