ETV Bharat / state

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 384 ઉમેદવારો મેદાને - બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 384 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને બોટાદ–બરવાળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. આ ચૂંટણીમાં ભાજપની કુલ 11 બેઠકો બિન હરીફ થઇ છે.

Botad news
Botad news
author img

By

Published : Feb 18, 2021, 1:10 PM IST

  • બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં 384 ઉમેદવારો મેદાનમાં
  • ભાજપ, કોંગ્રેસ, આમ આદમીપાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ભર્યા ફોર્મ
  • ભાજપની કુલ 11 બેઠકો બિન હરીફ

બોટાદઃ જિલ્લામાં જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને બોટાદ-બરવાળા નગરપાલિકાની આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણી પહેલા ઉમેદવારના ફૉર્મ પરત ખેચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જોવા મળશે. જોકે અન્ય અપક્ષ ઉમેદવારો દ્વારા પણ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે.

ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના 18 ફોર્મ રદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બોટાદ જિલ્લા પંચાયતની 20 સીટ, બોટાદ તાલુકા પંચાયતની 22 સીટ, બોટાદ નગરપાલિકાની 44 સીટ, બરવાળા નગરપાલિકાની 24 સીટ, બોટાદ તાલુકા પંચાયતની 16 સીટ, ગઢડા તાલુકા પંચાયતની 22 સીટ અને રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 18 ફોર્મ રદ થતા મોટો ફટકો પડ્યો હતો. જ્યારે ફોર્મ પરત ખેચવાના છેલ્લા દિવસે કોગ્રેસના ચાર તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. જેને લીધે તાલુકા પંચાયતની 4 બેઠકો પણ બિનહરીફ થઇ હતી. ઉપરાંત જિલ્લા પંચાયતની કુલ 7 બેઠકો બિનહરીફ થઇ છે. જેમાં રાણપુર, નાગનેશ, લાઠીદડ, લાખ્યાની, તુરખા, ગુંદાળા અને ઢસાનો સમાવેશ થાય છે. એટલે કે હવે ભાજપ 13 બેઠકો ઉપર ચૂંટણી લડશે. જેમાં કોંગ્રેસ માત્ર 2 બેઠકો ઉપર, આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારો અને અપક્ષના 3 ઉમેદવારો વચ્ચે એટલે કે કુલ 29 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

તાલુકા પંચાયતની બેઠક પર એક નજર...

આ ઉપરાંત રાણપુર તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો, ગુંદા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફૉર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિન હરીફ થયા છે. હવે રાણપુર તાલુકા પંચાયતમાં ભાજપ 17 બેઠકો ઉપર, કોંગ્રેસ 17 બેઠકો ઉપર, આમ આદમી 6 બેઠકો પર અને અપક્ષ 6 બેઠકો ઉપર ચૂંટણી લડશે. જ્યારે બરવાળા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો સાળંગપુર-2 બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ અને જુના નાવડા-2 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફૉર્મ પરત ખેંચતા ભાજપના બે ઉમેદવાર બિનહરીફ થયા છે. જ્યારે હવે ભાજપ 14, કોંગ્રેસ 14, આમ આદમી 6 અને અપક્ષમાં 2 સહિત કુલ 36 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. ઉપરાંત ગઢડા તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો જલાલપર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા. જેને લઈને હવે ભાજપના 21, કોંગ્રેસના 21, આમ આદમીના 11 અને અપક્ષના 7 એમ કુલ 60 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. તો બોટાદ તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો તેમાં ભાજપ 22, કોંગ્રેસ 22, આમ આદમી 9, અપક્ષ 3 એમ કુલ 56 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

કુલ 384 ઉમેદવારો ચૂંટણીના મેદાને

બોટાદ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો બોટાદ નગરપાલિકામાં ભાજપની 44, કોંગ્રેસની 44, આમ આદમીની 15 અને અપક્ષ 3 મળીને કુલ 108 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે બરવાળા નગરપાલિકામાં ભાજપ 24, કોંગ્રેસ 24 અને અપક્ષ 1 એમ કુલ 49 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. એટલે તમામ બેઠકોની ગણતરી કરવામાં આવે તો કુલ 384 ઉમેદવાર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા મેદાનમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.