ઝવેરચંદ મેઘાણીને કાવ્યોની રચના કરવા તથા ઇતિહાસનો ગજબનો શોખ હતો. જેથી તેઓએ તેમના સમય કાલ દરમ્યાન સુંદર કાવ્યોની રચના કરી હતી. જેમાં ખાસ કરીને "મારુ મન મોર બની થનગાટ કરે" તથા શિવાજીનું હાલરડું તથા લાગ્યો કસુંબીનો રંગ જેવા કાવ્યોની રચના કરી હતી. ગામડે ગામડે ફરી પાળિયાઓ સાફ કરી તેમજ મોટી ઉંમરના લોકો બારોટ તથા ચારણોનો સંપર્ક કરી તેનો ઈતિહાસ જાણી સૌરાષ્ટ્રની રસધાર જેવા પુસ્તકોની રચના કરી હતી .શ્રી ઝવેરચંદ મેઘાણી બોટાદમાં 33 વર્ષ જેટલો સમય રહ્યા હતા. બોટાદમાં આવી તેઓએ આશરે 111 જેટલા પુસ્તકો લખ્યા છે. આજે પણ બોટાદમાં આવી જે મકાનમાં રહેતા હતા. તે મકાન આજ પણ ઊભું છે.
ઝવેરચંદ મેઘાણીનું અવસાન તારીખ 9 /3/ 1947ના રોજ થયું હતું. ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ તથા નિર્વાણ ભૂમિ બોટાદ છે. ઝવેરચંદ મેઘાણીની 123મી જન્મ જયંતી નિમિતે બોટાદ ખાતે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામતભાઈ જેબલિયા તથા બોટાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને બોટાદના નગરજનો હાજર રહ્યા હતા.