ETV Bharat / state

Dummy Candidate Scam: યુવરાજસિંહ જાડેજાના સસરા આંગડિયાથી પૈસા મોકલતા હોવાના CCTV આવ્યા સામે - જાડેજાના સસરાએ આંગડિયામાં 6 લાખ મોકલ્યા

ભાવનગર ડમીકાંડ અને ખંડણી કેસમાં યુવરાજસિંહ જાડેજા સહિત 5 સામે ફરિયાદ છે. યુવરાજસિંહના સસરા 6 લાખ આંગડીયામાં મોકલતો CCTV ફૂટેજ વાયરલ થયા છે. SIT ટીમે તેના પગલે તપાસ હાથ ધરી છે. ડમીકાંડના પૈસાથી યુવરાજસિંહ જાડેજાએ દહેગામમાં ઘર લીધુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

yuvraj-singh-jadejas-father-in-law-sent-6-lakhs-to-angadia-sit-investigation-started-against-cctv

author img

By

Published : May 2, 2023, 7:50 PM IST

Updated : May 2, 2023, 8:17 PM IST

યુવરાજસિંહના સસરા 6 લાખ આંગડીયામાં મોકલતો CCTV સામે આવ્યો

ભાવનગર: ભાવનગર ડમીકાંડમાં અને ખંડણી કેસમાં બધા જ આરોપીઓ જેલ હવાલે છે. યુવરાજસિંહ જાડેજાના સસરા આંગડીયા મારફત પૈસા મોકલતા હોય તેવા સીસીટીવીનો વિડીયો વાયરલ થયા છે. જેને પગલે એસઆઇટીએ વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ પૈસા ખંડણીમાં લેવાયેલા પૈસા છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે. શું છે સમગ્ર મામલામાં જોઈએ.

6 લાખ આંગડીયામાં મોકલ્યાની રસીદ
6 લાખ આંગડીયામાં મોકલ્યાની રસીદ

યુવરાજસિંહના સસરાનો CCTV આવ્યા સામે: ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, રાજુ, ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદીની જેલ હવાલે છે, ત્યારે SIT ટીમને યુવરાજસિંહ જાડેજાના સસરાએ 7 એપ્રિલના રોજ ગાંધીનગર દહેગામમાં આંગડીયું કર્યું હોવાનો સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે. આંગડિયા દ્વારા 6 લાખ દહેગામ જેટલા મોકલવામાં આવ્યા હોય તેવું CCTVમાં સામે આવ્યું છે. 6 લાખ રૂપિયા યુવરાજસિંહ જાડેજાએ જમીન ખરીદી માટે સાત એપ્રિલે મોકલાવ્યા હતા. ત્યારે મળેલા સીસીટીવી વીડિયોમાં યુવરાજસિંહ જાડેજાના સસરા પૈસા આંગડીયા મારફત મોકલતા પોલીસે વધુ કમર કસી છે. એમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

મીકાંડના પૈસાથી યુવરાજસિંહ જાડેજાએ દહેગામમાં ઘર લીધુ હોવાનું જાણવા મળ્યું

પોલીસે કેટલા નાણા રિકવર કર્યા?: ડમીકાંડના પૈસાથી યુવરાજસિંહ જાડેજાએ દહેગામમાં ઘર લીધુ હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસ દ્વારા એક પછી એક પુરાવા આપવાની કોશિશ કરી છે. જેમાં કાનભા ગોહિલના કહેવા પ્રમાણે તેના મિત્રના ઘરેથી 38 લાખ અને બાદમાં શિવુભાના કહેવા પ્રમાણે તેના મિત્રના ઘરેથી 25.50 લાખ, ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદી પાસેથી પાંચ પાંચ લાખ, જ્યારે અન્ય ખર્ચા ગણીને કુલ 84 લાખ જેવી રકમ રીકવર કરવામાં આવી છે. જો કે અન્ય યુવરાજસિંહ જાડેજા દ્વારા ખર્ચ કરાયા હોવાનું મનાય છે. આંગડિયાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે વધુ 6 લાખનો હિસાબ સામે આવ્યો હોવાનું પોલીસ વર્તુળ જણાવી રહ્યું છે.

આ પણ વાંચો Talati Exam 2023 : પરીક્ષા કેન્દ્રોના મુખ્ય દરવાજે સીસીટીવીની નજર, ગેરરીતિઓ અટકાવવા તંત્રની દોડધામ

નાણાં ક્યાં સગેવગે કર્યા?: ભાવનગર શહેરના પીએમ આંગડિયામાં જયદેવસિંહ ગોહિલના નામે 6,00,000 દહેગામમાં સુખદેવસિંહ પરમારના નામે મોકલવામાં આવ્યા હતા. જેમાં રોકડ રકમ સીસીટીવીમાં દેખાઈ રહી છે. એસઆઈટીની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને ખંડણી કેસમાં એક કરોડની રકમ પરિપૂર્ણ કરવા માટે પૂરી કોશિશ કરી છે. જેનો એક ભાગ ફરી સામે આવ્યો છે. જેમાં મળેલા પુરાવામાં પીએમ આંગડિયાની પહોંચ, રોકડ રકમ અને દહેગામમાં ઘર લેવા માટેનો 30 લાખનો સ્ટેમ્પ પણ સામે આવ્યો છે. પોલીસે તેના આધારે હાલ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Bhavnagar Dummy Case: યુવરાજસિંહ જાડેજા જેલ હવાલે, કહ્યું- આ તો હજુ અલ્પવિરામ, પૂર્ણવિરામ બાકી છે

Last Updated : May 2, 2023, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.