ETV Bharat / state

Dummy Candidate Scam: આપ નેતા યુવરાજસિંહ જાડેજાના 7 દિવસના રિમાન્ડ મંજુર - ડમીકાંડ મામલે આપ નેતા યુવરાજસિંહ જાડેજા

ભાવનગર શહેરમાં ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા 1 કરોડના વહીવટ કર્યાં હોવાને પગલે IG એ દરેક આરોપીના લીધેલા નિવેદન પગલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. વહીવટના CCTV દર્શાવવામાં આવ્યા હતા. જો કે રિમાન્ડમાં 7 દિવસના યુવરાજસિંહને અને મુખ્ય આરોપીને 27 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે.

yuvarajsinh-jadeja-remand-granted-aap-leader-yuvraj-singh-jadeja-was-produced-in-court

author img

By

Published : Apr 22, 2023, 5:19 PM IST

Updated : Apr 22, 2023, 10:50 PM IST

આપ નેતા યુવરાજસિંહ જાડેજાના 7 દિવસના રિમાન્ડ મંજુર

ભાવનગર: કથિત ડમીકાંડ મામલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે યુવરાજસિંહ જાડેજાના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ડમીકાંડમાં નામ જાહેર ન કરવા યુવરાજસિંહે નાણાં લીધા હોય તેવો આરોપ લાગ્યો છે. યુવરાજસિંહ જાડેજા સામે એક કરોડ લીધાની ફરિયાદ નોંધાઈ છે.

Victoria Prime બીલ્ડિંગમાં શીવુભાની ઓફીસ મિતાન્શી તરફ જતા જોવા મળે

યુવરાજસિંહ જાડેજાની ધરપકડ: ભાવનગરના ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજાને ધરપકડ બાદ પોલીસે એક કરોડના સંપૂર્ણ વહીવટનો ખુલાસો કર્યો છે. આઇજી દ્વારા એક કરોડના વહીવટના આધાર પુરાવાઓ અને આરોપી છ શખ્સોની ભૂમિકાને જાહેર કરી છે. કોર્ટમાં યુવરાજસિંહના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરાઈ છે તેના પહેલા પોલીસે સમગ્ર 1 કાફોડની ખંડણીના મામલે ખુલાસો કર્યો છે.

લીલા સર્કલથી વિરાણી સર્કલથી પસાર થયા તે રૂટના સી.સી.ટી.વી ફુટેજ

યુવરાજસિંહની પૂછપરછ: ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડમીકાંડમાં યુવરાજસિંહ અને તેના સાથીદારોએ કરેલા 1 કરોડની ખંડણીના કેસમાં તપાસ આગળ ચાલી છે. IG ગૌતમ પરમારે જણાવ્યું હતું કે યુવરાજસિંહ આપેલા 30 નામોનું વેરીફીકેશન પોલીસ દ્વારા કરવામાં આવી રહયુ છે. મળેલા 30 નામોને પગલે તેના દસ્તાવેજી પુરાવાઓ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. યુવરાજસિંહની 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. પોલીસ સમક્ષ યુવરાજસિંહ હાજર થતા પહેલા મીડિયામાં નેતાઓના નામ અને તેને પતાવી દેવાની કહેલી વાતને પોલીસ સમક્ષ નકારી કાઢી છે અને ડમીકાંડથી બચવા આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું જણાવી રહ્યા છે. તેમના પર હુમલાને પગલે તેમને કોઈ પોલીસ પ્રોટેક્શન માંગ્યું નથી. તેની પાસે ઘણું મટીરીયલ્સ હોવાનું યુવરાજસિંહે જણાવ્યું છે અને યોગ્ય સમયે આપવાની વાત કરી છે.

યુવરાજસિંહ જાડેજાની મીટીંગ નારી ચોકડી ખાતે થઇ

બીપીન ત્રિવેદી અને ઘંધ્યમ લાધવાની પૂછપરછ: નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ અનેબટેને અન્ય સાથીદાર છ શખ્સો સામે ગુનાની તપાસ આગળ ચલાવતા આરોપીઓ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના નિવેદનો લેવામાં આવ્યા હતા. જેમા પોલીસને મળતી માહિતી મુજબને સમર્થન આપતા નિવેદનો આપ્યા છે. ખંડણીના એક કરોડ રૂપીયામાંથી પોતાના 10 ટકા ભાગ લેખે 10 લાખ રૂપીયા મેળવ્યા હોવાની બીપીન ત્રિવેદીએ કબૂલાત આપી છે. જેને પગલે સુરત અને ભાવનગર પોલીસના કો-ઓર્ડીનેશન કરીને કાનભા ગોહિલની અટકાયત કરવામાં આવી હતી. જેની હાલ પૂછપરછ ચાલુ છે. જો કે પોલીસે જાહેર કરેલા વીડિયોમાં ક્યાંય પૈસા જોવા મળતા નથી. માત્ર એક બેગ અને રસ્તાઓ પર કારમાં આવતા જતા આરોપીઓ હોવાનું પોલીસ જણાવે છે.

નેકસોન ગાડીમાં વિરાણી સર્કલ ખાતે બેગ મુકવામાં આવેલ છે જેના સી.સી.ટી.વી. ફુટેજ

ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ અટકાયત: ડમી તોડકાંડમાં છેલ્લા 24 કલાકમાં યુવરાજસિંહ સહિત ચારની ધરપકડ કરી હતી. યુવરાજનો સાળો કાનભા ગોહિલ સુરતના અઠવા ઝોનમાંથી ઝડપાયો હતો. ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ ભાવનગર પોલીસે અટકાયત કરી હતી. યુવરાજસિંહ જાડેજાના સાળાને સુરતથી ઝડપી લેવામાં આવ્યો હતો. સુરતથી કાનભા ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવવાનો આરોપ છે.

આ પણ વાંચો AAP Leader Yuvrajsinh: ડમીકાંડમાં યુવરાજસિંહ સહિત 6 સામે એક કરોડ લીધાની પોલીસ ફરિયાદ

આ પણ વાંચો Ahmedabad News : ડમી ઉમેદવાર કાંડમાં આવતીકાલે મોટા નેતાઓના નામનો કરીશ ખુલાસો : યુવરાજસિંહ

Last Updated : Apr 22, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.