ભાવનગર : રાજા રજવાડાના લગ્નમાં હાથી પર વરરાજા બિરાજમાન થતા, પરંતુ લોકશાહીમાં દરેકને અધિકાર છે. પોતાની સ્વતંત્રતા પ્રમાણે લગ્ન કરવાનો ત્યારે ગઢડામાં નીકળેલા વરઘોડાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વરઘોડો નીકળ્યો એટલે ગઢડાવાસીઓ રસ્તા પર જોવા આવી પોહચ્યા હતા. તલવાર સાથે નાચગાન અને રોલા પાડવા લકઝરી કારના કાફલા સાથે જાન નીકળી હતી.
જાન ગઢડાવાસીઓ માટે જિંદગીભર યાદગાર બની રહેશે : બોટાદના જિલ્લાના ગઢડામાં 23 ફેબ્રુઆરી ગુરૂવારના રોજ નીકળેલી જાન ગઢડાવાસીઓ માટે જિંદગીભર યાદગાર બની રહેનાર છે. ગઢડામાં નીકળેલી 23 તારીખની જાનમાં વરરાજા રાજા રજવાડાની જેમ હાથી ઉપર ચઢીને જાન લઈને નીકળ્યા હતા. હાથીની પાછળ લક્ઝરી કારોનો કાફલો જોડાયો હતો. લગ્ન કરવા નીકળેલા વરરાજાને જોઈને ગઢડા વાસીઓ રસ્તા ઉપર આવી ગયા હતા. ઠાઠ માઠમાં નીકળેલી જાન ગઢડાવાસીઓને મન મોહી ગઈ હતી.
આ પણ વાંચો : Surat Marriage Function: 70 છોકરીઓનો સાતમો પ્યોર વિવાહ ઉજવાયો, ભવ્ય સમારોહ સંપન્ન
ગઢડાવાસીઓ માટે આ દિવસ યાદગાર બની ગયો હતો : લગ્ન સિઝનમાં વરરાજાની જાન કોઈને કોઈ રીતે નવીનતામાં પરિણમે તેવા પ્રયાસ થતા હોય છે. ત્યારે ભાવનગરના રમેશ ભગવાનભાઈ હાવલિયાના પુત્ર કુલદીપના લગ્ન પણ ગઢડામાં હોય જેને નવીનીકરણમાં બદલવા માટે હાથી ઉપર બેસાડીને કુલદીપની જાન કાઢવામાં આવી હતી. હાથી પાછળ લક્ઝરી કારનો કાફલો જોઈને સૌ ગઢડા વાસીઓ ચોકી ગયા હતા. એક કિલોમીટર લાંબી લાઈનની કતાર જોઈ ગઢડાવાસીઓ માટે ગુરુવાર દિવસ યાદગાર બની ગયો હતો.
આ પણ વાંચો : Patan Music Festival: સિદ્ધપુરમાં ઓસમાણ મીરે કરી સંગીતના સુરોની જમાવટ, લોકો નાચી ઉઠ્યા
વરરાજા હાથી પર તલવાર લઈ નાચ્યા : ભાવનગરમાં રહેતા રમેશ ભગવાનભાઈ હાવલિયાના પુત્ર કુલદીપના લગ્ન 23 ફેબ્રુઆરીના રોજ ગઢડામાં રહેતા યોગેશ લાલજીભાઈ વાળોદરાની પુત્રી વૈશાલી સાથે નિશ્ચિત થયા હતા. ગઢડામાં વહેલી સવારે વરઘોડો નીકળ્યો ત્યારે હાથી અને લક્ઝરી કાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. સુરતાલના બેન્ડવાજા સાથે વરરાજા સહિત જનયાઓએ પૈસા ઉડાડયા હતા. ઉત્સાહિત જાનેયા સાથે ખુશ રહેલા વરરાજાએ હાથી ઉપર તલવાર હાથમાં લઈને નાચગાન કર્યું હતું. જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેને સૌ કોઈ નિહાળી રહ્યા છે.