ETV Bharat / state

તળાજા તાલુકામાં એક સિહણ અને ચાર બચ્ચાઓ રોડ પર લટાર મારતા હોવાનો વીડિયો વાઈરલ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર, સિહોર અને તળાજા તાલુકામાં સિહ પરિવારની લટાર જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા ગારીયાધાર ખાતે પણ એક સિહણ બે બચ્ચા સાથે લટાર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો, ત્યાં વધુ એક સિહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

તળાજા તાલુકામાં એક સિહણ અને ચાર બચ્ચાઓ રોડ પર લટાર મારતા હોવાનો વીડિયો વાઈરલ
તળાજા તાલુકામાં એક સિહણ અને ચાર બચ્ચાઓ રોડ પર લટાર મારતા હોવાનો વીડિયો વાઈરલ
author img

By

Published : Jan 11, 2021, 5:36 PM IST

  • સિંહ પરિવારની લટાર જોવા મળી
  • સિંહણ અને 4 બચ્ચાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
  • ગ્રામજનો, ખેડૂતો તેમજ પશુપાલકોમાં ભયનો માહોલ

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના કામરોળ અને સાંગાણા ગામે એક સિહણ અને ચાર બચ્ચાઓ વાડી વિસ્તારના રોડ પર લટાર મારતા જોવા મળ્યાં હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામલોકોને સૂચનો આપવામાં આવ્યાં

સિહ પરિવારના ગામની સીમમાં લટાર મારતા ગ્રામજનો, ખેડૂતોતેમજ પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામલોકોને સૂચનો આપવામાં આવ્યા હતા કે, કોઈ પણ વાડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તાર ફેન્સીંગ કરવી નહિ તેમજ સિહ કે સિહ પરિવાર દેખાય તો તેની પજવણી કરવી નહિ કારણ કે સિહને જો ગુસ્સો કે પજવણી કરવામાં આવે તો સિહ હુમલો કરતો હોય છે.

સિંહ પરિવારના લોકેશનને ટ્રેસ કરવાની કવાયત હાથ ધરવામાં આવી

જે પ્રમાણે તળાજા તાલુકામાં બે દિવસથી સિંહ લટાર મારતા હોવાનું ગામલોકો દ્વારા જણાવતા ફોરેસ્ટ દ્વારા સિંહ પરિવારના લોકેશનને ટ્રેસ કરવા તેમજ ગ્રામ્યવિસ્તારથી દુર લઇ જવા કવાયત હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.