ભાવનગર: વેલેન્ટાઇન દિવસ નજીક આવી રહ્યો છે. ત્યારે પ્રેમીઓ ગ્રીફટ આપતા હોય છે. જેને લઇને માર્કેટમાં પણ અવનવી વેરાટીઓ ગ્રીફટમાં જોવા મળતી હોય છે. વેલેન્ટાઇન વિકમાં ટ્રેંડિંગ ગ્રીફટ કઈ હશે. ભાવનગરમાં બજારોની સફર કરી તો મળી હટકે ગ્રીફટ. જોઈએ એક રીપોર્ટમાં
લેન્ટાઇન ડે ગિફ્ટનું ચલણ: પ્રેમી યુગલોનો વૈશ્વિક દિવસ એટલે વેલેન્ટાઈન ડે. કપલ અને એક બીજાને પ્રેમ કરનારાઓ એકબીજાને ભેટસોગાદ આપીને તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન દિવસ ઉજવે છે. પોતાના પ્રિયજનને ગિફ્ટ આપીને દિલ જીતવા માંગતા કપલ માટે ભાવનગરમાં કોરોના કાળ બાદ વેલેન્ટાઇન ડે ગિફ્ટનું ચલણ વધ્યું છે.
પ્રેમીયુગલોનું ગિફ્ટ પ્રત્યે આકર્ષણ: ભાવનગર શહેરમાં વેલેન્ટાઈન ડે નિમિત્તે ગિફ્ટ શોપમાં આવેલી નવી ગિફ્ટ પ્રેમી યુગલોને આકર્ષિત કરી રહી છે. નવીન આવેલી ગિફ્ટ વિશે જાણીએ તો કોરોના કાળના બે વર્ષ બાદ ભેટ (Gift) આપવાનો મોકો મળ્યો છે. પ્રેમી યુગલોને એકબીજાને ભેટ આપવા ગિફ્ટ શોપમાં જોવા મળી રહ્યા છે. ગિફ્ટ શોપના માલિક રાહુલ પાઠકે જણાવ્યું હતું કે વેલેન્ટાઈન ડેની આજના દિવસે યુવક યુવતીઓમાં ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકો અલગ અલગ પ્રેમનું પ્રતીક દર્શાવતી ચીજો ઉપર આકર્ષિત થઈ રહ્યા છે. લોકોની માંગ છે.
સાત દિવસ ખરીદી: ભાવનગર શહેરમાં કોરોના કાળ બાદ વેલેન્ટાઈન ડેની ઉજવણીનું મહત્વ વધતું ગયું છે.રાહુલ પાઠકે જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ વેલેન્ટાઈન ડે પગલે ખરીદીમાં ઘટાડો જરૂર આવ્યો છે. પરંતુ જે નવા યુગલો છે તેનું મહત્વ વેલેન્ટાઈન ડે નિમિત્તે વધી ગયું છે. વેલેન્ટાઈન ડે પહેલા આવતા સાત દિવસમાં ખરીદી થતી હોય છે જેમ કે રોઝ ડે,પ્રપોઝ ડે,ચોકલેટ ડે કે પછી ટેડી ડે જેમાં પણ ટેડી બિયરની ખરીદી થઈ છે. વેલેન્ટાઈનના ઉજવાતા સાત દિવસોમાં પણ ગિફ્ટની ખરીદી થાય છે.
પ્રતિમા ગોળ ગ્લાસમાં: વેલેન્ટાઈન ડે નિમિત્તે તેમની પાસે ડોમ કપલ,લવ કપલ અને એન્ટિક આઈટમ તેમજ કપલ આઈટમો પણ રાખવામાં આવી છે. ખાસ કરીને હાલ લોકોનું આકર્ષણ ડોમકપલ ગિફ્ટ ઉપર વધુ છે. ડોમકપલમાં આવતી કપલની પ્રતિમા ગોળ ગ્લાસમાં હોઈ છે. લાઇટિંગ અને ફરતી તેમજ ખૂબ જ આકર્ષિત હોવાથી યુવક યુવતીઓ પસંદ કરી રહ્યા છે. અમારી આ શોપમાં અમારી પાસે 250 થી લઈને 1000 સુધીની કિંમતના ગિફ્ટ છે--રાહુલ પાઠક(ગિફ્ટ શોપના સંચાલક)