- ખાનગી ડૉક્ટર અને સાંસદની ઉપસ્થિતિમાં વેક્સિન કામગીરી શરૂ
- ભાવનગરમાં આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
- સાંસદ ભારતીબેન શિયાળ અને રાષ્ટ્રીય ભાજપ ઉપાધ્યક્ષ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
ભાવનગરઃ આખલોલ જકાતનાકા આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનેશન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદ ભારતીબેન શિયાળ રાષ્ટ્રીય ભાજપ ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીબેનની ઉપસ્થિતિમાં ખાનગી ડૉ. કેતન પટેલ અને ડૉ. રાજેશ બલર દ્વારા વેક્સિન લઈને પ્રજાને આગળ આવવા અપીલ કરી હતી. ભાવનગર શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ 3 સ્થળોએ અને જિલ્લામાં ત્રણ સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના આખલોલ જકાતનાકા પર સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હાજરીમાં વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો.
આખલોલ જકાતનાકા ખાતે યોજાયો વેક્સિનેશન કાર્યક્રમ
ભાવનગર આખલોલ જકાતનાકા ખાતે ભારતીબેન શિયાળ સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાનને લાઈવ સાંભળ્યા બાદ વેક્સિન આપવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી.
વેક્સિનનો પ્રારંભ ખાનગી ડૉક્ટરોએ કરાવ્યો
ભાવનગર આખલોલ જકાતનાકા પર શહેરના ખાનગી ડૉક્ટર કેતન પટેલ અને ડૉ. રાજેશ બલરએ સાંસદ ભરતીબેનની હાજરીમાં વેક્સિન લીધી હતી અને નિયમ અનુસાર 30 મિનિટ સુધી બેઠા હતા. 30 મિનિટ બાદ તેમને કોઈ તકલીફ થઈ ના હતી. જો કે એક સેન્ટર પર 100 લોકો આજના દિવસમાં વેક્સિન લેશે. જેમાં 6 સેન્ટરના 600 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.