- કુંજ પક્ષીનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા
- વિદેશની ધરતી ઉપરથી આવતા પક્ષીનો કર્યો શિકાર
- તળાવના પાણીમાં ઝેર મેળવી કરતા હતા શિકાર ભાવનગર
ભાવનગરઃ જિલ્લા ફોરેસ્ટ વિભાગને સફળતા મળી છે. ફોરેસ્ટ વિભાગે વિદેશી પક્ષી એવા કુંજનો શિકાર કરતા 2 શખ્સની ધરપકડ કરી છે. જેની ઓળખ કરણ ભોળાભાઈ જશમુરિયા અને મુના મુળજી જશમુરી તરીકે કરવામાં આવી છે. આ બન્ને આરોપીની ધરપકડ કરી ફોરેસ્ટ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે આરોપીની ધરકપડ
મળતી માહિતી મુજબ ફોરેસ્ટ વિભાગને બાતમી હતી કે, લોકો વિદેશી પક્ષીનો શિકાર કરી રહ્યા છે. જેથી આ બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગે 2 શખ્સની વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ- 1972 અંતર્ગત કલમ 2(16), 9, 52, 39 હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.