ભાવનગર: સમગ્ર રાજ્યમાં સૌથી મોટા ડમીકાંડને ખુલ્લો પાડનાર યુવરાજસિંહ જાડેજાને જ એ જ ડમીકાંડમાં તોડકાંડ કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ પોલીસ દ્વારા નોંધાવતા બાદ જેલમાં જવાનો સમય આવ્યો હતો. હાલમાં 24 તારીખે જામીન પર બહાર આવેલા યુવરાજસિંહ જાડેજાએ બહાર નીકળીને ફરી પોતાના પ્રહારો ચાલુ રાખ્યા હતા. ત્યારે હવે સોશિયલ મીડિયા ઉપર યુવરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું છે કે હું લડીશ.
રાજકીય લોકોના નામ લઈને આક્ષેપો: 24 તારીખના રોજ જેલમાંથી બહાર આવેલા યુવરાજસિંહ જાડેજાએ ફરી એ જ રાજકીય લોકોના નામ લઈને આક્ષેપો સાથે પ્રહારો કર્યા હતા. જો કે જેલવાસ દરમ્યાન તોડકાંડમાં એક કરોડ મળવા મુદ્દે પણ તેને કેટલાક સરકારી બાબુઓની મિલીભગત હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જેમાં પણ તોડ થયાનો આક્ષેપ યુવરાજ સિંહ જાડેજા કર્યો હતો. જો કે 24 તારીખથી લઈને આજ 29 તારીખના રોજ ફરી યુવરાજસિંહ ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમને એક ટ્વિટ કર્યું છે જે નીચે પ્રમાણે છે.
ડમીકાંડમાં યુવરાજસિંહ સામે ફરિયાદ: સમગ્ર રાજ્યમાં સરકારી નોકરી મેળવવામાં છેલ્લા દસ વર્ષ કરતા વધારે સમયથી ચાલ્યા આવતા ડમીકાંડ ઉપરથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પડદો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી અને એસઆઇટીની નિમણૂક કરી હતી. પરંતુ તે જ ગાળામાં પોલીસ દ્વારા અચાનક જ ડમીકાંડમાં તોડકાંડ થયો હોવાનો ખુલાસો પોલીસે કર્યો અને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ જાડેજા સહિત પાંચ સામે મળીને કુલ છ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે આ એક કરોડનો તોડકાંડ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે છ શખ્સોની ધરપકડ થઈ હતી.
શરતી જામીન પર યુવરાજ બહાર: ભાવનગર તોડકાંડમાં આંકડો છ શખ્સોનો હતો. જેમાં મુખ્ય યુવરાજસિંહ જાડેજા ત્યારબાદ યુવરાજસિંહના બે સાળા શિવ ભદ્રસિંહજી અને કૃષ્ણદેવસિંહજી તેના પછી બે શિક્ષકો ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદી અને અંતમાં રાજુ નામનો સખ્સ સામેલ હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો. આ છ શખ્સોની ફરિયાદ બાદ ધરપકડ થઈ અને જેલ સુધી પહોંચાડી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ એક પછી એક જામીન માંગવામાં આવ્યા અને દરેક લોકો બહાર આવી ગયા. ત્યારે અંતમાં મુખ્ય આરોપી તરીકે યુવરાજસિંહ જાડેજા બાકી હોય જેને પણ હાલ 24 જુલાઈના રોજ શરતી જામીન મળી ગયા હતા.