ભાવનગર: શહેર મહાનગરપાલિકામાં શાસન(Bhavnagar Municipal Corporation ) ગમે તેનું હોય પણ ઢોર સમસ્યા હટાવવામાં આઝાદીથી શાસકો નિષ્ફળ રહ્યા છે. ચૂંટણી ટાણે થતા વાયદાઓના ફિયાસકો થઈ જાય છે અને પ્રજા પરેશાનીમાં ડૂબી રહેતી હોય છે. હાલમાં પણ આઝાદીના 75 વર્ષ પછી ભાવનગર શહેરમાં વિકાસની વતુંબકર્તા શાસકોને ઢોર સમસ્યાનું (Cattle torture in Bhavnagar ) નિવારણ મળતું નથી.
પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ - દેશી દારૂનું દુષણ વિકાસની વાતું વચ્ચે નાશ થતું નથી તેમ ગાયોનો ત્રાસ પણ દૂર થતો નથી. શહેરમાં ખખડધજ રસ્તા વચ્ચે ગાયો રસ્તો રોકીને બેઠી છે અને વિકાસની વાતું કરનારા ઢોરની સમસ્યા વચ્ચે ખુદ અવનજવન કરતા હોવ છતાં પેટનું પાણી શાસનમાં હોવા છતાં હલતું નથી. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. માલધારી સમાજના અગેવાને નવી માંગ પણ મૂકી દીધી છે.
આ પણ વાંચોઃ વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા મેેયરે શું કરી કાર્યવાહી?
ઢોરનો ત્રાસ રસ્તા વચ્ચે કેવો અને કેવો ત્રાસ - ભાવનગર નહિ પણ સમગ્ર ગુજરાતમાં ત્રાસ ઢોરનો યથાવત છે. વિકાસની વાતું કરનારા શાસનમાં હોવા છતાં અને રસ્તા વચ્ચે જાતે ઢોર સમસ્યાનો ભોગ બનવું છતાં કોઈ પગલાં ભરતા નથી. રસ્તામાં વાંકુ ચુકુ ચાલવું પડે છે અને જો ભૂલમાં વાહન ઢોરને સ્પર્શે ઢોર માથું મારે અથવા અચાનક ઉભું થવામાં વાહન ચાલકને ભટકાતા ઇજા થાય છે. તો મોટા વાહનમાં ઢોર ખુદ ઇજાગ્રસ્ત થાય છે. હવે પરિસ્થિતિ ચોમાસામાં વિકટ થઇ છે. શહેરના એક પણ રોડમાં ઢોર ના હોય તેવું બનતું નથી.
ઢોરવાડો અને હવે મહાનગરપાલિકાનો જવાબ - મહાનગરપાલિકાએ બનાવેલા ઢોર રાખવાના વાડામાં બે ચાર ઢોર મરતા આમ આદમીએ દરસક ઢોર છોડાવી મુક્યા અને હવે રોડ પર વાહન કરતા ઢોર વધુ જોવા મળે છે. મહાનગરપાલિકાએ પોલીસ ફરિયાદ તો કરી છે પણ માથાનો દુખાવો લોકોનો વધી ગયો છે. હાલમાં ફરી રોજના 15 થી 20 ઢોર પકડવામાં આવી રહ્યા છે. અધિકારી કહે છે ઢોર રસ્તા પર ચોમાસામાં એટલે આવે છે કે માખી, મચ્છરનો ત્રાસ રહેતો નથી ખાચા ગલીમાં કિચડને બદલે રસ્તામાં કોરી જમીન મળે છે.
આ પણ વાંચોઃ આ શહેરમાં વધી રહ્યો છે રખડતા ઢોરનો ત્રાસ, ઘટના CCTVમાં કેદ
લાખોનો ખર્ચ કેવી રીતે પાણીમાં મહાનગરપાલિકાનો - ભાવનગર શહેરમાં ઢોરનો ત્રાસ ના તો કોંગ્રેસ દૂર કદી શકી કે ના ભાજપ કરી શકી છે. મહાનગરપાલિકા દર મહિને 15 લાખ ખર્ચી રહી છે એટલે કિંમત વર્ષની 1 કરોડ 80 લાખ થાય છે. કરોડ ખર્ચવા છતાં રસ્તા પરથી ઢોર જતા નથી અને લોકોની પરેશાની રહે છે.અનેકના મોટ થવા છતાં મહાનગરપાલિકા કે વિકાસની વાતું કરનારા શાસનમાં બેઠેલા નેતાઓને ઢોર સમસ્યાનો હલ 25 વર્ષથી મળતો નથી ત્યારે શું ઢોર વચ્ચે જ ભાવનગરીઓને જીવન વિતાવવાનું નિશ્ચિત છે.