- દિવ્યાંગોના પડતર પ્રશ્નોને લઈ નાયબ કલેક્ટરને આવેદન
- દિવ્યાંગો વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને રજૂઆત
- દિવ્યાંગો માટે રેમ્પની પણ કરવામાં આવી રજૂઆત
ભાવનગર : આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિતે વિકલાંગો માટેની કામ કરતી સંસ્થા દ્વારા દિવ્યાંગોના પડતર પ્રશ્નોને લઈ રચના ફાઉન્ડેશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર છેલ્લાં ઘણા સમયથી દિવ્યાંગોને પડી રહેલી હાલાકીને લઈને પાઠવામાં આવ્યું છે.
દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ ક્યારે મળશે
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો અને વિધવા બહેનોને બીપીએલ રેશનકાર્ડ આપવાનુ ગુજરાત સરકાર અને અન્ન નાગરિક પુરવઠા ગાંધીનગરના પરિપત્ર હોવા છતાં પાલિતાણા તાલુકાના 2200 દિવ્યાંગોને આનો લાભ મળતો નથી. ત્યારે દિવ્યાંગોને અંત્યોદય કાર્ડનો લાભ મળશે કે, નહીં તેવી માંગ કરવામાં આવી છે.
દિવ્યાંગોને રહેવા માટે જમીન મળશે
રાજ્ય સરકાર દ્વારા 2001માં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં દિવ્યાંગોને પડતર જમીનમાં રહેણાંક માટે જમીન આપવામાં આવે, પરંતુ વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેર અને તાલુકામાં એક પણ દિવ્યાંગને આજ સુધી જમીન ફાળવવામાં આવી નથી.
દિવ્યાંગોની રેમ્પ સરકારી કચેરીઓમાં ક્યારે કરવામાં આવશે
પાલિતાણા શહેરમાં SBI બેંક જે આજે પાલિતાણાની મુખ્ય બેંક છે. તેમાં અનેક દિવ્યાંગ ભાઈઓ બહેનોના ખાતા છે, અને અનેકવાર દિવ્યાંગ ભાઈઓ બહેનોને કામ હોય છે. ત્યારે આ બેંકમાં રેમ્પ નથી. રેમ્પની અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજ સુધી રેમ્પ બનાવવામાં આવી નથી. જ્યારે પાલિતાણા મામલતદાર કચેરી નવી બની છે. છતાં તેમાં દિવ્યાંગો માટે રેમ્પ બનાવવામાં આવી છે, તે ખરેખર ખોટી બનાવેલ છે. પાલિતાણા મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ સુધી તે રેમ્પ પર ટાઇલ્સ કે, વળાંક દૂર કરવામાં આવ્યો નથી. મામલતદાર કચેરીમાં જ્યારે દિવ્યાંગ જાય છે, ત્યારે તેને બીજાનો સહારો લઈ કચેરીમાં પ્રવેશ લેવો પડે છે.