- ભાવનગર શહેરમાં પાણી આપતી ખોડિયાર ડેમની લાઇન તૂટી
- રોડનું કામ કરતા JCB દ્વારા લાઇન તૂટી
- તંત્ર દ્વારા જ "પાણી બચાવો પાણી તમને બચાવશે" જેવા સુત્રોના ધજાગરા ઉડ્યા
ભાવનગરઃ શહેરમાં લોકોને 45 મિનિટ પાણી આપતી મહાનગરપાલિકાની ખોડિયાર ડેમની લાઇન તૂટી હતી અને આશરે અઢી કલાક બાદ પણ પાણીની લાઈનમાંથી ધોધમાર પાણી વહી રહ્યું હતું. અધિકારીએ જણાવ્યું રોડનું કામ કરતા JCB દ્વારા લાઇન તૂટી ગઈ હતી અને બાદમાં તુરંત ડેમ પરથી વાલ્વ બંધ કરાવી દેવામાં આવ્યો હતો પણ લાઈનમાં પાણી હોવાથી લાઇન ખાલી થાય નહીં ત્યાં સુધી તો પાણી જવાનું મતલબ એવી કોઈ વ્યવસ્થા નથી કે પાણીને બગડતું બચાવી શકાય, ત્યારે લોકોને "પાણીને બચાવો પાણી તમને બચાવશે" જેવા સૂત્રના ક્યાંક ધજીયા તંત્ર જ ઉડાડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ભાવનગરમાં લોકોને માત્ર 45 મિનિટ પાણી આપવામાં આવે છે
ભાવનગરમાં લોકોને માત્ર 45 મિનિટ પાણી આપવામાં આવે છે. જ્યારે લોકો વેડફાટ કરે તો પાણીનું મહત્વ સમજાવવા તંત્ર અને ચૂંટાયેલા નગરસેવકો "પાની કી એક બુંદ જિંદગી કી " જેવા સૂત્રો નીચે અભિયાન ચલાવી જાગૃતિ લાવવાના પ્રત્યન કરે છે, ત્યારે હવે વિચારો કરોડો બુંદ એટલે હજારો લીટર પાણીનો વેડફાટ તંત્ર જ કરે તો ?
હજારો લીટરમાં પાણીનો વેડફાટ
ભાવનગર શહેરમાં પાણીનો કાપ એક દિવસનો છે અને રોજનું 45 મિનિટ પાણી આપવામાં આવે છે. ઉનાળો આવે એટલે પાણી બચાવવા ચૂંટાયેલા નગરસેવકો અને તંત્ર સ્થાનિક "પાની કી એક બુંદ જિંદગી કી" જેવા સૂત્રો દ્વારા અભિયાનો ચલાવી લોકોને પાણીનો વેડફાટ નહિ કરવા જાગૃતિ લાવવા પ્રયાસો થાય છે ફોટા પડે છે અને વીડિયો ઉતારીને પ્રચાર કરવામાં આવે છે હવે મહત્વની વાત એ છે કે, જૂની પાણીની લાઈનો કે નવી લાઈનો ઓન કામ સરખું ના હોઈ અને ભૂલમાં પાણીની લાઈનો તૂટે તો જવાબદાર કોણ ? માત્ર લાઈનો તૂટે એમ નહિ પણ પાણીનો વેડફાટ હજારો લીટરમાં થાય છે ત્યારે તંત્રને "પાની કી એક બુંદ જિંદગી કી" અભિયાન યાદ આવતું નથી કે આ ભૂલ કેમ થઈ
પાણીનો વેડફાટ અને પાણી બચાવવા કેમ કોઈ તૈયારી કે એક્શન નહિ
પાણીની લાઇન સાંજે 5.30 કલાક આસપાસ તૂટી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું પણ પાણી લાઈનમાંથી રાત્રીના 8 કલાક સુધી જતું હતું. રાત્રે 8 કલાકે જતા પાણી મુદ્દે અધિકારીએ જણાવ્યું હતું કે, ખોડીયાર ડેમથી આવતી લાઈનમાં પાણી હોઈ તો જાય જને લાઇન ખાલી થાય નહિ ત્યાં સુધી પાણી જવાનું છે એટલે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. સવાલ અહીંયા એક જ છે કે, પાણીની લાઇન તૂટવાના બનાવો બનતા રહે છે કારણ ગમે તે હોઈ ત્યારે શું કેટલાક અંતરે વાલ્વ મુકવાના જોઈએ જેથી પાણી વેડફાય નહિ પણ અહીંયા તંત્રને પોતે કામગીરી દર્શાવવા "પાણીને બચાવો પાણી તમને બચાવશે" તેવા સ્લોગનથી લોકોમાં જાગૃતિના નામે ક્યાંક પોતાની અણઆવડત છુપાવાની કોશિશ હોઈ તેવું લાઇન તૂટવાના બનાવ દરમિયાન જરૂર લાગે છે.