અલંગના વેપારીઓને માર મારવાની ઘટનામાં રોષે ભરાયેલાં વેપારીઓએ આજે રેલી યોજી હતી. જેમાં વેપારીઓએ તંત્ર સામે આરોપીની ધરપકડ કરવાની ઉગ્ર માગની સાથે રૂપાણી સર્કલથી પસાર થઈને જિલ્લા કલેક્લટને આવેદન પાઠવ્યું હતું. તો બીજી તરફ શહેરના અલંગ, ડાયમંડ રોલિંગ મિલો સહિતના કુલ 58 એસોસિએશને બંધ રાખીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.
આમ, વેપારીઓના સમર્થનમાં 50 ટકા અલંગ બંધ રાખવામાં આવ્યું હતું, ત્યારે સૌ કોઈ તંત્રની કાર્યવાહીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પરંતુ, હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. જેથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો અલંગના ઉદ્યોગપતિ પર થયેલાં હુમલાને પગલે વેપારીઓએ અલંગ બંધની ચિમકી ઉચ્ચારી..
ઉલ્લેખનીય છે કે, બુધવારે કાર ઓવરટેક કરવાની બાબતે બુધેલ ગામના પૂર્વ સરપંચે વેપારીઓને માર માર્યો હતો, ત્યારબાદ વેપારીઓ ન્યાય મેળવવા માટે કલેક્ટર કચેરી ખાતે દોડી ગયા હતાં. પરંતુ, ત્યાં તેમને સંતોષકારક જવાબ ન મળતાં તેઓએ અલંગ બંધ રાખવાની અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.