ETV Bharat / state

ભાવનગરમાં રસ્તાઓની દયનીય હાલત, જ્યા જોવો ત્યા ખાડે ખાડા

author img

By

Published : Jul 13, 2022, 8:45 PM IST

ભાવનગર શહેરના રોડની પહેલા વરસાદે પોલ (pothole on road in bhavnagar)ખોલી નાખી છે. રોડમાં નાના-મોટા ખાડા પડી ગયા છે તેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી (Pits on the road )ઉઠયા છે. રોડ તૂટી ગયા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોડમાં ખાડા પડી જવાના પગલે વાહન અકસ્માતની ભીતિ રહેલી છે.

ભાવનગરમાં રસ્તાઓની દયનીયા હાલત, જ્યા જોવો ત્યા ખાડા ખાડા

ભાવનગરઃ શહેરમાં વર્ષોથી મહાનગરપાલિકામાં ભાજપ(Rain in Bhavnagar ) શાસનમાં છે. રસ્તાઓ રીપેર થાય અને થાગડથિંગડ થાય અને નવા પણ બને તોય આ રસ્તાઓમાં ચોમાસામાં ખાડા થઈ જાય છે. રસ્તાઓમાં શું ખાડા પડવાનું બંધ થઈ શકે નહીં ? આવો સવાલ જરૂર ઉભો થાય પણ બનાવનારાનો જવાબ અલગ જ છે. રસ્તાઓની દશા જુઓ અને શાસક વિપક્ષનો એકબીજા પર વાર.

રોડ પર ખાડા

શાસકો બચાવ કરી રહ્યા - ભાવનગર શહેરમાં રસ્તાઓ ઊંટગાડી જેવા થતા (pothole on road in bhavnagar)જાય છે. વરસાદ સરખો વરસ્યો નથી કે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થાય છે. શાસકો સામે વિપક્ષે પ્રહાર કર્યા છે. ભ્રષ્ટાચાર થઈ રહ્યાના આક્ષેપ થયા છે તો શાસકો બચાવ કરી રહ્યા છે.

શહેરમાં રોડની દુર્દશા કરતા વરસાદ અને હાલાકી - ભાવનગર શહેરમાં મેઘરાજાની પધરામણી જૂનના પ્રારંભ થઇ ગઇ છે. વરસાદે શહેરના મુખ્ય રોડ ગૌરવ પથ સિવાય કાળિયાબીડ જેવા વિસ્તારોમાં પણ રસ્તાઓમાં ખાડા (Pits on the road )પડ્યા છે. વાહન લઈને નીકળતા રાહદારીઓની કમર ભાંગી જાય તેવા પડેલા ખાડામાં પડવાનો ડર સતાવી રહ્યો છે. વરસાદના કારણે ડામર રોડમાં ખાડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. લોકોને ખાડાને પગલે તેની ચિંતા સતાવે છે. વાહન લઈને નીકળતી મહિલાઓને બાળકોને શાળાએ મુકવા જવાના સમયે ખાડામાંથી પસાર થતા ગબડી જવાનો ડર સતાવે છે.

આ પણ વાંચોઃ VMCએ કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિમોન્સૂન કામગીરી પહેલાં વરસાદમાં ધોવાણી

કોંગ્રેસે કર્યા પ્રહાર ફરી કરવા પડશે ખાડા યજ્ઞ - ભાવનગર શહેરમાં ખાડા પડતા લોકોના મુખે રસ્તો ખરાબ હોવાની ચર્ચા જાગે છે. કોંગ્રેસે શાસકો સામે સવાલ ઉભો કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે 25 વર્ષથી શાસનમાં છે અને 25 વર્ષથી વરસાદ આવે અને ખાડા પડયા કરે છે. ખાડા પડયા બાદ તેને પૂરવામાં પણ સમય લાગે છે. ભ્રષ્ટાચાર સિવાય રોડમાં કશું થતું નથી. ઉપર ઉપર ડામર પાથરી દેવામાં આવે છે આથી સારો વરસાદ થતાની સાથે ખાડાઓ થઈ જાય છે. અમે અગાવ ખાડા યજ્ઞ કર્યા છે. આ વર્ષે પણ ખાડા યજ્ઞ કરશું જો મહાનગરપાલિકા ખાડાનો નિકાલ નહિ કરે તો.

આ પણ વાંચોઃ Rain in Navsari : નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર

શાસકો અને અધિકારિના જવાબ ખાડાને લઈને - ભાવનગરમાં ખાડાને લઈને કકળાટ શરૂ થતા મહાનગરપાલિકા કામે લાગી જાય છે. હાલમાં રોડ અધિકારી રવિરાજ લીંબોલાએ જણાવ્યું હતું કે હાલમાં કેટલા રોડમાં ખાડા પડ્યા તેનો હિસાબ ના હોય પણ સામે આવતું જાય ત્યાં મોરમ (માટી) નખાવીને ખાડા પૂરવામાં આવે છે. 3 થી 5 જગ્યાઓ પર હાલમાં મોરમ નાખવામાં આવી છે. ડામર હોવાથી વરસાદ રોકાયા બાદ કામ થઈ શકે છે. જ્યારે મેયર કીર્તિબહેને પણ કહ્યું હતું કે ડામરમાં અત્યારે મોરમ (માટી) નાખવામાં આવે છે. જેમ જેમ સામે આવે તેમ કામ થતું જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.