ETV Bharat / state

દેશની પ્રથમ ફૂટસાલ રમત ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ

દેશની પ્રથમ ફૂટસાલ રમત ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ હતી. ફૂટબોલ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાડવામાં આવે તો તેને ફૂટસાલ કહેવામાં આવે છે. તેવી પ્રથમ સ્પર્ધા ભાવનગરમાં યોજાઈ હતી. વડોદરા ટીમ ફાઇનલમાં વિજેતા પણ બની છે.

Bhavnagar
Bhavnagar
author img

By

Published : Mar 13, 2021, 10:34 AM IST

Updated : Mar 13, 2021, 2:25 PM IST

  • ઇન્ડોર સ્ટેડિયમમાં રમાતી ફૂટબોલ એટલે ફૂટસાલ રમતનું દેશમાં પ્રથમ વખત ભાવનગરમાં આયોજન
  • ફૂટબોલ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાડવામાં આવે તો તેને ફૂટસાલ કહેવાય
  • વડોદરા ટીમ ફાઇનલમાં વિજેતા બની

ભાવનગર: દેશની પ્રથમ ફૂટસાલ રમત ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ હતી. ફૂટબોલ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાડવામાં આવે તો તેને ફૂટસાલ કહેવામાં આવે છે. તેવી પ્રથમ સ્પર્ધા ભાવનગરમાં યોજાઈ હતી. વડોદરા ટીમ ફાઇનલમાં વિજેતા પણ બની છે. જેમાં 11 ક્લબની ટીમોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: અંડર-17 ગર્લ્સ ફૂટબોલમાં ગુજરાતનો પરાજય

દેશની પ્રથમ ફૂટસાલ રમતની સ્પર્ધા ભાવનગરમાં યોજાઈ

ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દેશની પ્રથમ ફૂટસાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ગુજરાત ફૂટબોલ એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવ્યું હતું. ઇન્ડોર સ્ટેડિયમમાં રમાતી ફૂટબોલની રમતને ફૂટસાલ કહેવામાં આવે છે. 7 માર્ચથી 11 માર્ચ સુધી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વડોદરાની ટીમ વિજેતા બની હતી.

આ પણ વાંચો: ખેલ મહાકુંભ: MS યુનિવર્સિટીની વુમન ફૂટબોલ ટીમે સિલ્વર મેડલ મેળવ્યો

છેલ્લી ફાઇનલ મેચ રાઇઝિંગ FC (અમદાવાદ) અને વડોદરાની વચ્ચે યોજાઈ

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી મેચમાં 11 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદ, ભરૂચ, વડોદરા અને ભાવનગર કલબની ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લી ફાઇનલ મેચ રાઇઝિંગ FC (અમદાવાદ) અને વડોદરાની વચ્ચે યોજાઈ હતી. જેમાં બંને ટીમના ખેલાડીઓ દ્વારા પૂરતું બળ લગાડવામાં આવ્યું હતું. મેચના અંતે સ્કોર અમદાવાદ 3 અને વડોદરા 6 સ્કોરિંગથી મેચ જીતી લીધી હતી.

Last Updated : Mar 13, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.