- ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ અને સામાન્ય સભા યોજાઈ
- સભા ખંડને છોડીને સભા સરદારનગર ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ
- વિપક્ષે બજેટમાં કાંઇ નવું નહિ હોવાનો દાવો કર્યો
ભાવનગર : મહાનગરપાલિકાનું બજેટ અને સામાન્ય સભા યોજાઈ હતી. ભાવનગર મહાનગરપાલિકાના સભા ખંડને છોડીને કોરોનાને પગલે સભા સરદારનગર ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ હતી. સભાખંડમાં જગ્યાનો અભાવ હોવાના કારણે ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા થઇ શકે તેમ નહોતું. મેઘાણી ઓડિટોરિયમમાં ઇતિહાસમાં પહેલી વખત સભા મહાનગરપાલિકાએ સભાખંડ છોડીને બહાર યોજવી પડી છે અને બજેટ પણ સભાખંડ બહાર અન્ય સ્થળેથી રજૂ થયું છે.
આ પણ વાંચો : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂપિયા 612.49 કરોડનું બજેટ રજૂ કરાયું
1,040 કરોડના ખર્ચવાળું અને 69 કરોડ 83 લાખ પૂરાંત વાળું બજેટ મંજૂર કરાયું
ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ રજૂ 1,109 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. નવા મેયર કીર્તિબેન દાણીધરીયાએ સર્વાનુમતે બજેટને મંજૂર કર્યું હતું. 1,109 કરોડના આવક વાળા બજેટમાં 1,040 કરોડના ખર્ચવાળું અને 69 કરોડ 83 લાખ પૂરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બજેટમાં એપ્લિકેશનો અપગ્રેડ કરવી અને ઓડિટોરિયમ હોલ અને અરજીઓ માટે સોફ્ટવેર બનાવવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેયર કીર્તિબેન દાણીધરીયાએ બજેટમાં નવું નહિ હોવા છતા લોકોને ઘરવેરો ભરવા અપીલ કરવામાં આવી છે.

111 કરોડના શિક્ષણ સમિતિના બજેટને પણ મંજૂરી
મહાનગરપાલિકાના બજેટમાં શિક્ષણ સમિતિના બજેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. 111 કરોડના શિક્ષણ સમિતિના બજેટને પણ મંજૂરી આપી દેવામાં આવી હતી. જોકે, એક વર્ષથી શાળાઓ બંધ છે. ત્યારે બજેટ 111 કરોડનું દર્શાવવામાં આવ્યું છે. જેમાં મોટો ખર્ચો શિક્ષકોના પગારનો અને વહીવટી તંત્રનો છે.

આ પણ વાંચો : કર અને દર યથાવત્ત રાખી સુરત મનપાનું બજેટ રજૂ કરાયું
વિપક્ષના વોર્ડમાં કામગીરી કરવામાં આવતી નથી અને કરવામાં આવે તો પુરી થતી નથી
ભાવનગર મહાનગરપાલિકાના બજેટમાં કશું નહિ હોવાનો દાવો વિપક્ષે કર્યો છે. બજેટમાં સિક્સલેન રોડ અધુરો છે, તેના માટે કશું નથી. જ્યારે મેયર એ જ વોર્ડના છે કંસારા પ્રોજેકટને લઈને કોઈ વાત નહિ હોવાનું વિપક્ષના સભ્ય જયદીપસિંહ ગોહિલે જણાવ્યું છે. વિપક્ષના ભરત બુધેલીયાએ તો સભામાં રાગદ્રેશનો આક્ષેપ કર્યો હતો કે, વિપક્ષના વોર્ડમાં કામગીરી કરવામાં આવતી નથી અને કરવામાં આવે તો પુરી થતી નથી આમ વિપક્ષે બજેટને વખોડ્યું હતું.
