ભાવનગર: શહેરમાં કોરોના કાળમાં સર ટી હોસ્પિટલના ડોક્ટરોએ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવીને માનવતા અને ફરજનો ભાગ પૂરો પાડ્યો છે. ત્યારે સરકારના સમાજ કલ્યાણ વિભાગ હેઠળ કોરોનાની કામગીરી બદલ ચૂકવવામાં આવતું મહેનતાણું ચાલુ રાખવા માટે માગ કરી છે.
![રજૂઆત કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn02doctordemandavchirag7208680_30032021180925_3003f_1617107965_757.jpg)
ભાવનગર મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન ડોક્ટરો દ્વારા માગ કરતા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઈન્ટર્ન ડોક્ટરોની બેચને કોરોના કાળમાં સ્ટાઈપન્ડ 13,000 રૂપિયા ઉપરાંત કોરોનાના વધારાના 5 હજાર જેવી કિંમત આપવામાં આવતી હતી. આ કિંમત ચાલુ રાખવાની માગ ઈન્ટર્ન ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે. ભાવનગર મેડિકલ કોલેજ ખાતે વિનંતી કરતો આ કાર્યક્રમ ઈન્ટર્ન ડોક્ટરો દ્વારા આપવામાં આવ્યો હતો. ભાવનગર મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરોએ કોરોનાકાળ સહિત હાલમાં પણ સર ટી હોસ્પિટલમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. જીવના જોખમે કામ કરતા ઈન્ટર્ન ડોક્ટરોએ સરકારને વિનંતી કરી જેમાં ભાવનગર, રાજકોટ, હિંમતનગર, જૂનાગઢ, સુરત અને વલસાડની GMERS મેડિકલ કોલેજે સરકારમાં રજૂઆત કરી છે.