ભાવનગરઃ શહેરમાં લોકડાઉનમાં કામગીરી ધીરે ધીરે થાળે પડી રહી છે ત્યારે ભાવનગર કન્વેયન્સ પ્રેક્ટિસ એસોસીયેશનના વકીલો દ્વારા ઇ-સ્ટેમ્પીંગ માટે વિદ્યાનગરમાં વધારાની સેવા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કલેક્ટરને કરવામાં આવી હતી.
શહેરમાં લોકડાઉનમાં રાહત મળ્યા બાદ સરકારી કામોમાં પડતી હાલાકીઓ ધીરે ધીરે સામે આવી રહી છે, ત્યારે કન્વેયન્સ પ્રેકટીસ એસોસિયેશનના વકીલો કલેક્ટરને રજૂઆત કરવા પોહચ્યાં હતા. ઓન લાઇન સ્ટેમ્પીંગમાં પડી રહેલી હાલાકીને કારણે કામગીરી કેટલાય દિવસો જવા છતાં થતા નથી અને 50 થી 100 રૂપિયાના સ્ટેમ્પ માટે પણ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે જેથી વકીલોએ માગ કરી છે કે વિદ્યાનગર ખાતે સબ રજીસ્ટ્રાર સીટી -1 માં અને સીઈટી મામલતદારમાં નવા ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરો ઉભા કરવામાં આવે, જેનાથી દસ્તાવેજ માટે હાલ પડતી હાલાકી પણ દુર થઇ શકે તેમ છે.