3 માર્ચના રોજ શહેરના નિલમબાગ પેલેસમાં ગુજરાત સ્ટેટ બોડિબિલ્ડિંગ એસોસિએશનના ઉપક્રમે પુરુષ ફિઝિક્સ તથા મહિલા ફિઝિક્સ, પુરુષ બોડીબિલ્ડિંગ તથા પુરુષ ક્લાસિકલ બોડીબિલ્ડિંગ સ્પર્ધા તેમ અલગ-અલગ ચાર વિભાગમાં બોડિબિલ્ડિંગ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાવનગરસ રાજય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પર્ધકો પણ ભાગ લેવા માટે આવી પહોંચશે. સ્પર્ધાની મુખ્ય વાત છે કે, આ સ્પર્ધામાં સૌપ્રથમ વખત મહિલા વિભાગની સ્પર્ધા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રથમ વખત ભાવનગરના આંગણે આ સ્પર્ધા યોજાવા જઈ રહી હોવાથી ત્યારે તેનું આકર્ષણ અલગ જ જોવા મળી રહ્યું છે. તો આ સ્પર્ધામાં ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલે પણ વ્યક્તિગત રસ દાખવ્યો છે. તેમણે ભાવનગરના યુવાધન અને ખાસ કરીને ભાવનગરની જનતા પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ સ્પર્ધા ભાવનગરના આંગણે યોજાય તે માટેની તમામ સુવિધાઓ આપવાની તૈયારી દર્શાવી છે. આ તકે તેમણે આ સ્પર્ધામાં પ્રવેશ વિનામૂલ્યે રાખવાની જાહેરાત કરી છે.