ETV Bharat / state

સિહોરમાં બાબા સાહેબની પ્રતિમા પર કોઈએ ડોલ વડે મુખ ઢાંક્યું, દલિત સમાજમાં રોષ - સિહોર ન્યૂઝ

ભાવનગરના સિહોરમાં આંબેડકર ચોક ખાતે કોઈ ઈસમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ડોલ વડે મુખ ઢાંકી દીધુ હતું. આ ઉપરાંત પ્રતિમાની બાજુમાં દારૂની બોટલ મુકી દીધી હતી. સમગ્ર ઘટનાને પગલે દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

બાબા સાહેબ
બાબા સાહેબ
author img

By

Published : Jul 13, 2020, 8:24 PM IST

ભાવનગર: ભાવનગરના સિહોરમાં આંબેડકર ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેમના મુખને ડોલ વડે ઢાંકી દઈ તેમજ બાજુમાં દારૂની ખાલી બોટલ મૂકી હતી.

આ બનાવ અંગે સવારે 8 કલાકે દલિત સમાજના લોકોને જાણ થતાં તેઓ મોટી સંખ્યામાં ત્યાં દોડી ગયા હતા. તેમજ આ અંગે પોલીસને જાણ કરી આ કૃત્ય કરનારને ઝડપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. જ્યાં સુધી આ શખ્સ નહીંં પકડાય ત્યાં સુધી દલિત સમાજના લોકો ત્યાં જ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.