માહિતી પ્રમાણે, ભાવનગર SOG ટીમને બાતમી મળી કે, શહેરના હિમાલયા મોલમાં પ્રથમ માળે શોપ નં.111માં ગેરકાયદેસર હુક્કાબાર ચાલતું હતું. જેથી એસઓજીની ટીમે આ જગ્યા પર દરોડો પાડતા ગેરકાયદેસર હુક્કાબાર મળી આવ્યું હતું. પોલીસે હુક્કાબારના સંચાલક સાજીદ શેખ અને અસર પઠાણને ઝડપી લીધા હતા.
પોલીસને આ શખ્સો પાસેથી 198 હુક્કાની ચિલમ પાઈપ, 11 હુક્કાની ચિલમ, જુદી જુદી ફ્લેવરના તમાકુના 6 ડબ્બાઓ, જારો, કોલસો, ચીપીયો, મ્યુઝીક સીસ્ટમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન હુક્કાબારમાં હુક્કાનો કસ લગાવી રહેલ બે યુવતીઓ સહીત 13 નબીરાને પણ પોલીસે ઝડપી લીધા હતા અને તેમની સામે જરૂરી કાર્યવાહી કરી હતી.