ભાવનગરઃ આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે લોકડાઉન બાદ અનલોકમાં મનપા બાદ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને હવે પૂર્વના ધારાસભ્યોને વિકાસના કામો યાદ આવ્યાં છે. મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરી દવેએ તો વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન કરી નાખ્યું છે. વિકાસ સપ્તાહનો પ્રારંભ પણ શુક્રવાથી કરી દેવામાં આવ્યો છે.
ધારાસભ્યોને ભાવનગર શહેરમાં ઢોરનો ત્રાસ, તુટેલા રસ્તા જેવી વિકરાળ સમસ્યાઓ દેખાતી નથી, પણ ચૂંટણી આવતા વિકાસના કામો જરૂર દેખાવા લાગે છે. ત્યારે વિકાસ સપ્તાહ હેઠળ મોર્ડન આંગણવાડી બનાવવાનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સ્ટીલની ડીશ અને ચમચીનું પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે. 7 લાખના ખર્ચે આ મોર્ડન આંગણવાડી બનાવવામાં આવશે.
મોર્ડન આંગણવાડીનું ખાતમુહૂર્ત કર્યા બાદ આગામી સપ્તાહ સુધી રોજ એક ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવી જાહેરાત વિભાવરી દવે દ્વારા કરવામાં આવી હતી. ભાવનગરમાં પૂર્વ વિસ્તારના ભરતનગર ખાતે મોર્ડન આંગણવાડી બનાવવા માટે યોજાયેલા ખાતમુહૂર્તમાં મનપાના કમિશનર, મેયર મનહર મોરી સહિત અધિકારીઓની ટીમ કાર્યક્રમમાં હાજર રહી હતી.
આ પણ વાંચો - CM રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન 6 મહિનામાં 9,255 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
8 સપ્ટેમ્બર - દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. ત્યારે ગુજરાતની વિકાસ યાત્રા કોરોના મહામારી વચ્ચે પણ વણથંભી રહી છે. CM રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન 6 મહિનામાં 9,255 કરોડ રૂપિયના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું છે.