ભાવનગર : જિલ્લા જેલમાં કેદીઓની જિંદગીને સુધારવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમય સંજોગોએ ગુનો આચરી બેઠેલા લોકોને જેલમાં જીવન વિતાવવાનો સમય આવે છે. રે કારાવાસ ભોગવતા કેદીઓ માટે સામાજિક સંસ્થા દ્વારા જીવન સુધારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ વક્તા દ્વારા કેદીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા જેલમાં સંજય રાવલનો કાર્યક્રમ : ભાવનગર જિલ્લા જેલમાં શ્રીરંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જેલના કેદીઓને જીવન સુધારણા અને તણાવમુક્ત જીવન જીવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા જેલમાં 600 જેટલા કેદીઓને મોટીવેટીવ સ્પીચ સંજય રાવલ દ્વારા આપવામાં આવી હતી. જોકે, કાર્યક્રમ યોજનાર સંસ્થાના સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જે ભાવનગરમાં પ્રથમ વખત બનવા પામ્યું છે.
આ પણ વાંચો : મધ્યસ્થ જેલમાં દવા પીધી હોવાનો ઢોંગ કરી હોબાળો મચાવનાર 12 કેદી વિરુદ્ધ ફરિયાદ
સંજય રાવલના શબ્દે જેલની સ્થિતિ : ભાવનગર જિલ્લા જેલમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા બાદ કાર્યક્રમ પૂર્ણ થતા ભાવનગર પત્રકારોને સંબોધીને માહિતી અપાઇ હતી. મોટીવેશનલ સ્પીકર સંજય રાવલએ જણાવ્યું હતું કે, સમય અને સંજોગો અનુસાર ગુનાહિત પ્રવૃત્તિ કરીને જેલવાસ ભોગવી રહેલા કેદીઓને આજે જીવન સુધારણા ઉપર અને તળાવ મુક્ત જીવન કઈ રીતે જીવાય તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સારી વાત એ હતી કે માર્ગદર્શન આપતા સમયે એક પણ કેદી ઉભો થઈને ચાલ્યો નહોતો ગયો. કેદીઓના ચહેરા પર સ્પષ્ટપણે લાગતું હતું કે, તેઓ પશ્ચાતાપ કરી રહ્યા છે. આમ આજનો કાર્યક્રમ ખુબ સરસ અને સારો રહ્યો હતો.
આ પણ વાંચો : જેલમાં કેદીઓ કૃષ્ણને મળે છે, કેદી બંધુઓ ગૌશાળામાં ગાયોની કરે છે સેવાચાકરી
ગુપ્ત પણે યોજાઈ ગયો કાર્યક્રમ : ભાવનગર જિલ્લા જેલમાં યોજાઈ ગયેલા કાર્યક્રમમાં કોઈપણને જાહેર આમંત્રિત કરાયા નહોતા. જોકે મીડિયા જગતને પણ આમંત્રિત કરવામાં આવ્યું નહોતું, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થાય મીડિયા જગતને બોલાવીને યોજાયેલા કાર્યક્રમની વિગતો આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં સજા ભોગેવ્યા બાદ પણ અને સજા ભોગવતા સમયે પણ જીવન સુધારણા અને જીવન શૈલી કઈ રીતે બદલી શકાય તેનું માર્ગદર્શન પૂરું પડાયું હતું.