ETV Bharat / state

બગદાણા નજીક બાઇક અને છોટા હાથી વચ્ચે અકસ્માતમાં 1નું મોત, 2 ઇજાગ્રસ્ત - રોડ અકસ્માત

મહુવા તાબેના બગદાણા ગામ નજીક જામ્બુડાના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા મહુવા તાલુકાના રોહિસા ગામના યુવાનનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Bhavnagar
Bhavnagar
author img

By

Published : Feb 9, 2021, 11:53 AM IST

  • આનંદભાઈનો પરિવાર રોહીસાથી મુંડન કરવા સિહોર જતા હતા ત્યારે અકસ્માત થયો
  • છોટા હાથી સામે ટુ વ્હિલ ટકરાતા 1નું મોત, 2ને ઇજા
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ભાવનગર: વહેલી સવારના સુમારે મહુવા તાલુકાના રોહીસા ગામના આનંદભાઈ બાંભણીયાનો પરીવાર બોલેરો લઈને પોતાના પરિવાર સાથે તેના પૌત્રના મુંડન કરવા જતા હતા ત્યારે તેમના દીકરા સાથે બાઇક લઇને સિહોર જવા નીકળ્યા હતા. જેમાં પ્રદીપભાઈ આનંદભાઈ બાંભણીયા (ઉવ 21)નું અતિ સ્પીડમાં અને બેફિકરાઇથી ચલાવતા છોટા હાથી ચાલકે પ્રદીપભાઈને અડફેટે લેતા પ્રદીપભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે 2 વ્યક્તિને ઇજા થઈ હતી.

જેમાં રાહુલભાઈ નરશીભાઈ માલમ (ઉ વ 17) જેને મહુવા હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વિશાલ મનુભાઈ બાંભણીયા (ઉવ 18) ને ગંભીર ઇજા થતાં ભાવનગર ખસેડવામાં આવ્યા છે. જ્યારે છોટા હાથી GJ 04 AW 1635 ના ચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો. જ્યારે આગળ બોલેરો લઈને જતાં મૃતકના પરિવારને જાણ કરતા તેઓ પણ પરત આવી ગયા હતા.

બનાવની જાણ બગદાણા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી

આ બનાવની જાણ બગદાણા પોલીસને ફોન ઉપર થતાં બગદાણા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બનાવની જગ્યાએ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવા રવાના કર્યો હતો.

બગદાણા વાળા રોડ સાંકડા હોય ટ્રાફિક નિયમન જરૂરી

રોહિસાથી બગદાણાનો રોડ હજી હમણાં જ નવો બનાવ્યો હતો. ત્યારે રોડની પહોળાઇ ઓછી હોય અને બગદાણા બજરંગદાસ બાપાનું ધામ હોય ત્યાં ટ્રાફિક વધુ પડતો રહેવાથી ટ્રાફિક નિયમન કરવું જરૂરી છે. લોકડાઉનમાં બધા જ મંદિરો બંધ હતા અને હમણાથી ધીમે ધીમે મંદિર ખુલી રહ્યા છે ત્યારે પબ્લિક પણ ધીરજ રાખે અને પોલીસ પણ ટ્રાફિક નિયમન કરે તેમ પ્રજા ઈચ્છે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.