- મહુવાના CNG ફિલિંગ પર રીક્ષા ચાલકોનો હોબાળો
- સવારથી લાઈનમાં ઉભા રહેલા રીક્ષા ચાલકો સાંજ સુધી ગેસ ન મળતાં હોબાળો
- મહુવાના CNG પંપ પર ગેસ નહિ પુરી દેતા રીક્ષા ચાલકોનો હોબાળો
ભાવનગરઃ મહુવામાં આજે CNG પંપ પર રીક્ષા ચાલકોને ગેસ ન પુરી દેવતા આશરે 150 જેટલા રીક્ષા ચાલકોએ હોબાળો મચાવ્યો હતો. જે રીક્ષાના ચાલકો સવારના 8 વાગ્યાથી ત્યાં લાઈનમાં રીક્ષા લઈને ઉભા હતા, ત્યારે સાંજ સુધી ગેસનું ટેન્કર ન આવતા અને પંપના માંલિકને ગેસ અંગે પૂછવા જતા સરખો જવાબ આપ્યો નહિ અને કહેલ કે અમને તમારી સાથે ધંધો કરવામાં રસ નથી.
રીક્ષા ચાલકોનો હોબાળો
આવો જવાબ આપતા રીક્ષા ચાલકોએ હોબાળો મચાવ્યો હતો. આ બનાવ અંગે રીક્ષા ચાલક હનીફભાઈને પૂછતાં જણાવ્યું હતુ કે, આ પંપ ચાલકની કાયમી હેરાન ગતિ છે અને ફોરવિલ ગાડી જો ગેસ ભરવા આવે તો જ એ રીક્ષામાં ગેસ ભરે છે નહીતોએ ગેસ હોવા છતાં ના પાડે છે. તે લોકોનું કેહવું છે કે, ગરીબોના પેટ ઉપર પાટું આ પંપ ચાલક મારે છે અને તમારે અહીં ગેસ પુરાવા આવવુ નહિ તેવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન પંપના માલિક કરી રહ્યા છે. જ્યારે પંપના માલિક રિયાઝ ભાઈના કહેવા મુજબ કમ્પની માંથી ગાડી સમયસર ન આવે એટલે રીક્ષા વાળા જેમ તેમ વર્તન કરતા હોવાથી આવું પગલું ભરવું પડ્યુ છે.
મહુવામાં પેટ્રોલ પંપ ચાલુ થતા રીક્ષાનો પણ વધારો
આજથી 2 વર્ષ પહેલા મહુવામાં એક પણ CNG રીક્ષા ન હતી પણ મહુવામાં ઑફ લાઈન પંપ ચાલુ થતા મહુવામાં 200 જેટલી રિક્ષા CNG આવી ગઈ છે. જોકે તેમાં ગેસની ટેન્ક નાની આવતા અડધો દિવસમાં ગેસ ખાલી થાય અને એ પછી બાકીનો સમય ગેસ ભરવામાં થાય છે. જેથી રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
વધુ સી એન જી પંપની જરૂરિયાત
હાલમાં રીક્ષા સહિત ફોરવિલ અને કોમર્શિયલ વાહનો પણ CNG થઇ ગયા છે. તેમજ હમણાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને ચડતા જાય છે, ત્યારે CNGની માગ વધતા મહુવામાં ઓનલાઈન CNG પંપની જરૂરિયાત વધી છે. મહુવામાં એક જ ઓફ લાઈન પંપ હોવાથી પંપ ચાલકની દાદાગીરી વધતી જાય છે અને આ પંપ ચાલક સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને ગરીબોને રાહત થાય તેવું થવું જોઇએ તેવી રીક્ષા ચાલકોની માગ છે.