ETV Bharat / state

ભાવનગરના વિકાસને મળશે વેગ : મનપા ચેરમેન ત્રણ મહિનામાં સરકારમાંથી 490 કરોડ લઈ આવ્યા - રખડતા ઢોરની સમસ્યા માટે ખાસ બજેટ

ભાવનગર શહેરમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સત્તા છે. ત્યારે હાલમાં મહાનગરપાલિકાના સત્તામાં રહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્રણ મહિનામાં સરકારમાંથી તગડી રકમ લેવામાં સફળ રહ્યા છે. સરકારમાંથી કુલ રૂપિયા 490 કરોડ મળ્યા બાદ હવે મહાનગરપાલિકા પ્રજાની સુખાકારીના કામો માટે વિચારણા કરી રહી છે. જેમાં પ્રાથમિક આયોજનો પાઈપલાઈનમાં છે. ઉપરાંત રખડતા ઢોરની સમસ્યા માટે અલગ 10 કરોડ પણ મળ્યા છે. જાણો ભાવનગરની જનતાને કયા વિકાસકાર્યોની ભેટ મળશે

ભાવનગર
ભાવનગર
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 3:46 PM IST

ભાવનગરના વિકાસને મળશે વેગ

ભાવનગર : સામાન્ય રીતે મહાનગરપાલિકાઓમાં સરકારમાંથી વધુ નાણાં અને ગ્રાન્ટ લાવનાર શાસકને શ્રેષ્ઠ શાસક માનવામાં આવે છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં હાલના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સરકારમાંથી મસમોટી રકમ લાવવામાં સફળ રહ્યા છે. સરકારે અલગથી ઢોર સમસ્યાને પગલે પણ કરોડોનું બજેટ ફાળવ્યું છે. જોકે સરકાર પાસેથી શાસકો નાણાં તો લઈ આવ્યા છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેવા વિકાસકાર્યોમાં થશે અને પ્રજાને કેવા પ્રકારની સુખાકારી મળશે, જુઓ ETV BHARAT ના આ અહેવાલમાં...

સરકારે આપી આપી મસમોટી ગ્રાન્ટ : ભાવનગર મહાનગરપાલિકામાં તાજેતરમાં જ મેયર અને કમિટીના ચેરમેન માટેની તાજપોશી થઈ છે. ત્યારે મેયર પદે ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડીયાને નીમવામાં આવ્યા છે. મહાનગરપાલિકામાં પદ પર બેઠેલા વ્યક્તિ સરકારમાંથી કેટલી ગ્રાન્ટ લાવવામાં સફળ રહે છે તેની હંમેશા ચર્ચા રહેતી હોય છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા છેલ્લા ત્રણ માસમાં ભાવનગરમાં વિકાસના કામો કરવા સરકારમાંથી 490 કરોડ જેવી રકમ લાવવામાં સફળ રહ્યા છે. ટૂંકાગાળામાં સરકાર તરફથી મોટી રકમ મળતા આગામી દિવસોમાં વિકાસના કામો પાઇપલાઇનમાં જોવા મળી રહ્યા છે.

ભાવનગરના વિકાસને વેગ મળશે : ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાએ સરકારમાંથી ત્રણ માસમાં મળેલા 490 કરોડને લઈને ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારમાંથી હાલમાં મળેલા નાણાંને લઈને મહાનગરપાલિકા રોડ-રસ્તા, પાણી અને ગટર સિવાયના ઉપરના કામો કરવાની વિચારણા કરી રહી છે. જેમાં બોક્સ ક્રિકેટ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં તેમજ જોગર્સ પાર્ક બનાવવાની વિચારણા છે. જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા માટે 13 વોર્ડમાં વાંચનાલય અને પુસ્તકાલય બનાવવાની વિચારણા ચાલી રહી છે.

ભાવનગરવાસીઓને વિકાસકાર્યોની ભેંટ
ભાવનગરવાસીઓને વિકાસકાર્યોની ભેંટ

સરકારમાંથી હાલમાં મળેલા નાણાંને લઈને મહાનગરપાલિકા રોડ-રસ્તા, પાણી અને ગટર સિવાયના ઉપરના કામો કરવાની વિચારણા કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે પશુ નિયંત્રણ કરવાના કામ માટે અલગ બજેટ ફાળવ્યું છે, જેમાં 10 કરોડ આપવામાં આવ્યા છે. -- રાજુભાઈ રાબડીયા (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ભાવનગર મનપા)

ભાવનગરવાસીઓને વિકાસકાર્યોની ભેંટ : મહાનગરપાલિકાના 13 વોર્ડમાં નાના અને મધ્યમ વર્ગના લોકો માટે દરેક વોર્ડમાં એક પાર્ટી પ્લોટ બનાવવાનું પણ આયોજન છે. ભાવનગર સર્કલોનું શહેર હોવાથી અને ગાર્ડન ધરાવતું હોવાથી શહેરમાં વધુ ગાર્ડન બનાવવા માટે કામગીરી પાઇપલાઇનમાં ચાલી રહી છે. દરેક જરૂરિયાત અને સુવિધાનો લાભ પ્રજાને મળી રહે તે માટે કોશિશ થઈ રહી છે.

રખડતા ઢોરની સમસ્યા માટે ખાસ બજેટ : ગુજરાત સરકાર દ્વારા અને મહાનગરપાલિકા ફાઇનાન્સ બોર્ડ દ્વારા 15 ડિસેમ્બરના રોજ ભાવનગર મહાનગરપાલિકાને વિકાસના કામ માટે 130 કરોડ ફાળવવામાં આવ્યા છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે પશુ નિયંત્રણ કરવાના કામ માટે અલગ બજેટ ફાળવ્યું છે, જેમાં 10 કરોડ આપવામાં આવ્યા છે. આપણે ભાવનગરમાં ત્રણ ઢોર ડબ્બા છે અને ચોથો તૈયાર થઈ રહ્યો છે. જરૂર પડે તો પાંચમો પણ તૈયાર કરવામાં આવશે.

ભાવનગરવાસીઓને વિકાસકાર્યોની ભેંટ
ભાવનગરવાસીઓને વિકાસકાર્યોની ભેંટ

પશુપાલકો જોગ સૂચન : રાજુભાઈ રાબડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જે દૂધ વેચવાનો વ્યવસાય કરી રહ્યા છે અને પશુ રાખી રહ્યા છે તેઓએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જેમાં કડક અમલવારી કરવામાં આવશે. આ સાથે માલિકીના ઢોર હોય તેમાં ચીપ ઇન્જેક્ટ કરવામાં આવશે અને અન્ય બિન માલિકીવાળા ઢોરમાં પણ ચીપ ઇન્જેક્ટ કરવામાં આવી રહી છે. ત્યારબાદ ગઢેચી નદી ઉપર શુદ્ધિકરણ કરીને તેને વિકસાવવાની યોજના પણ પાઇપલાઇનમાં છે.

  1. ભાવનગર ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ધારાસભ્યની કારને લોક મારી દેતા હોબાળો, ધારાસભ્યના પતિએ તંત્રને નિયમોનું ભાન કરાવ્યું
  2. કેનાલ બન્યાના 29 વર્ષ બાદ પણ પાણી ન મળ્યું, ખેડૂતોએ જમીન પરત માંગતા સિંચાઈ વિભાગે શું જવાબ આપ્યો? વાંચો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.