ETV Bharat / state

Veraval Bandra Terminus Train: NTPCની પરીક્ષા આપવા જવાના છો? તો તમને મળશે આ લાભ

ગુજરાતમાં અલગ અલગ પરીક્ષાઓ યોજાતી હોય છે ત્યારે રેલવે દ્વારા NTPCની આવનાર (Examinees NTPC 2022) પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેન (Veraval Bandra Terminus Train) દોડાવવાનો નિર્ણય કર્યો છે. જાણો ક્યાં પરીક્ષાર્થીઓને મળશે લાભ અને જેને પરીક્ષા આપવાની હોઈ (Railway Decision Regarding Examinees) તે અચૂક નોંધ લે જે તેના હિતમાં હશે.

Veraval Bandra Terminus Train: NTPCની પરીક્ષા આપવા જવાના છો? તો તમને મળશે આ લાભ
Veraval Bandra Terminus Train: NTPCની પરીક્ષા આપવા જવાના છો? તો તમને મળશે આ લાભ
author img

By

Published : May 5, 2022, 11:08 AM IST

ભાવનગર : રેલવે દ્વારા પરીક્ષાર્થીઓને લઈને મહત્વનો નિર્ણય (Examinees NTPC 2022) લેવામાં આવ્યો છે. પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેન (Veraval Bandra Terminus Train) દોડાવવાનો નિર્ણય રેલવેએ કર્યો છે. ગુજરાતમાં નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ફેઝ II ની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે.

પરિક્ષાર્થી માટે સ્પેશિયલ ટ્રેન - ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદ દ્વારા રેલવેએ લીધેલા અગત્યના નિર્ણય (Railway Decision Regarding Examinees) જાહેર કરવામાં આવ્યો હતો. વેરાવળ વચ્ચે દોડનારી સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

આ પણ વાંચો : દારૂડીયાની નફ્ફટાઈ: બિહારમાં ડ્રાઈવરે દારૂ પીવા માટે ટ્રેન રોકી, પછી જે થયુ...

ટ્રેન નંબર 09420/09419 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ (2 ટ્રીપ)

1. ટ્રેન નંબર 09420 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ વેરાવળથી 8મી મે, 2022, રવિવારના રોજ 10.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

2. તેવી જ રીતે ટ્રેન નંબર 09419 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ 9મી મે, 2022, સોમવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.35 કલાકે વેરાવળ પહોંચશે.

અહીં ઊભી રહેશે ટ્રેન- આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

આ પણ વાંચો : Bullet Train Project : વલસાડના ખેડુતોએ બુલેટ ટ્રેન અટકાવવાની ઉચ્ચારી ચીમકી, શા માટે જૂઓ

બુકિંગ માટે શું કરવું - ટ્રેન નંબર 09420/09419 માટે બુકિંગ 6ઠ્ઠી મે, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે અને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ સિવાય તમામ વર્ગો માટે સંપૂર્ણપણે આરક્ષિત હશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર (Veraval Bandra Train Booking) માહિતી માટે, પ્રવાસીઓ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.