ભાવનગર ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના ચાલતા 32 દિવસના વિરોધ પ્રદર્શનમાં હજુ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ થઈ (Protest rally of health workers)રહ્યો છે. ભાવનગરમાં (Health workers protest )આંશિક માંગણી સ્વીકાર્યા છતાં મહાસંઘે 5 થી 7 હજાર કર્મચારીઓ સભામાં અને મહારેલીમાં જોડાયા હતા. મહાસંઘે સરકારને ચીમકી ઉચ્ચારી છે કે માંગ કાયદેસર નહિ સંતોષાય તો આક્રમક આગામી કાર્યક્રમ હોઈ શકે છે.
કોરોના વોરિયર્સ ઉપસ્થિત રહ્યા ભાવનગર શહેરમાં જવાહર મેદાનમાં સરકારે આંશિક માંગણી સ્વીકાર્ય બાદ પણ આરોગ્ય કર્મચારીના મહાસંઘ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં (Health workers protest in Bhavnagar)આવ્યું છે. જવાહર મેદાનમાં મોટી સંખ્યામાં હજારો ગુજરાતના કોરોના વોરિયર્સ ભાઈઓ (Health workers)અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પહેલાં સભા અને બાદમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય કર્મચારીઓનું સરકાર સામે શક્તિ પ્રદર્શન શહેરના જવાહર મેદાનમાં કેડર ચારના અને કોરોના વોરિયર્સ ભાઈઓ અને બહેનો સમગ્ર ગુજરાતના આવી પહોંચ્યા હતા. આરોગ્ય કર્મચારી મહાસંઘ પોતાની તાકાત સરકાર સામે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં સફળ રહ્યા હતા. જવાહર મેદાનમાં 33 જિલ્લાના આશરે 5 થી 7 હજાર કરતા વધુ કર્મચારીઓ જાહેર સભામાં અને રેલીમાં જોડાયા હતા. આરોગ્ય કર્મચારી મહાસંઘે પોતાની માંગણી આંશિક સ્વીકાર્ય કરી હોવાનો આક્ષેપ કર્યો હતો જેથી કાર્યક્રમ આપવામાં આવ્યો છે.
આરોગ્ય કર્મચારીની માંગણી ક્યાં પ્રકારની ભવનાગર જવાહર મેદાનમાં આરોગ્ય કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણીઓ છે. સરકારે આ ત્રણ માંગણીઓ માત્ર આંશિક સ્વીકારી છે ત્યારે સંગઠન પ્રમુખે માંગ કરી છે. માંગણી આંશિક સ્વીકારી છે પણ GR કર્યો નથી અને તેનો ઠરાવ પણ થયો નથી. GR અને ઠરાવ નહિ થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. ભાવનગરમાં પહેલા સભા અને બાદમાં મહારેલી જવાહર મેદાનથી નીકળીને કલેકટર અને બાદમાં ડીડીઓને જિલ્લા પંચાયતમાં આવેદન પત્ર આપશે. આરોગ્ય કર્મચારી મહાસંઘ 32 દિવસથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યું છે. જો માંગણી સ્વીકારાય નહિ તો આક્રમક બની શકે છે જેની જવાબદારી સરકારની રહેશે તેમ મહામંત્રી આશિષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.