- પાલિતાણામાં ભાજપના કાર્યકર્તાની દાદાગીરી સામે આવી
- માસ્ક પહેર્યા વગર નીકળેલા પિતાપુત્રને પોલીસે રોકતા રોફ જમાવ્યો
- ભાજપ કાર્યકર્તાના શબ્દો બાદ પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી
ભાવનગરઃ ભાવનગર સહિત સમગ્ર જિલ્લામાં માસ્કને લઈને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે માસ્ક નહિ પહેરનાર અને પોલીસની સામે દાદાગીરી કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં એક ઘટના સામે આવી છે જેમા 2 વ્યક્તિને માસ્ક વગર રોકતા તે ઓ ભાજપના કાર્યકર હોવાનું કહી પોલીસને ધમકાવ્યા હતા. પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદો સમજાવ્યો છે
આ પણ વાંચોઃ મહીસાગરમાં એક સપ્તાહમાં 755 વ્યકિતઓ પાસેથી 7.55 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
"કાયદો મારા ખીચ્ચામાં છે " ભાજપ કાર્યકર્તાના શબ્દો અને બાદમાં એક્શન
ભવનગર શહેરના જિલ્લામાં માસ્કનો લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં પાલીતાણામાં સંજીવની હોસ્પિટલ નજીક નીકળેલા પિતા-પુત્રને પોલીસે ઉભા રાખ્યા હતા. માસ્ક નહિ હોવાથી દંડ ભરવા પોલીસે કહ્યું ત્યારે સગરામભાઈ ચૌહાણે તેના પુત્ર સાથે પોલીસ માથાકૂટ કરતી હતી. તે સમયે આવીને કહ્યું કે "આ મારો દીકરો છે અને અમે ભાજપના કાર્યકર્તા છીએ,કાયદો અમારા ખીચ્ચામાં છે દંડ નહીં ભરીયે" બનાવને લઈને અંતે પોલીસે પુત્ર મેરા સગરામ ચૌહાણ અને પિતા સગરામ ચૌહાણ સામે ફરજમાં રુકાવટ અને માસ્ક નહિ પહેરીને જાહેરનામા ભાંગની ફરિયાદ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બંને પિતા-પુત્ર ગારીયાધારના સાંઢ ખાખરા ગામના રહેવાસી છે.